પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એટલામાં સ્વામીજીએ તે લોટો લઈ લીધો અને બોલ્યા કે, “તમે મારા અતિથિ છો, મારે તમારી સેવા કરવી જોઈએ.” એમ કહીને સ્વામીજી ધર્મપાલના પગ ધોવા તૈયાર થયા, પણ ધર્મપાલ આઘા ખસી ગયા અને સ્વામીજીના શિષ્યોએ આગળ આવીને સ્વામીજીના હાથમાંથી લોટો લઈ તે કામ બજાવ્યું.

સને ૧૮૯૮ ના માર્ચ ની ૨૮ મીએ સ્વામી સ્વરૂપાનંદને દિક્ષા આપવામાં આવી. તેઓ કલકત્તા યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ હોઈ સંસ્કૃતમાં કુશળ હતા. કલકત્તામાંથી નીકળતા પ્રસિદ્ધ માસિક “ડૉન”ના તે અધિપતિ હોઈ અંગ્રેજીમાં ઘણાજ મનનીય લેખો લખતા હતા. મઠમાં તે વારંવાર આવતા અને સ્વામીજી જોડે વાર્તાલાપ કરતા. તેમના વિચારો ઉદાર અને હૃદય વિશાળ હોવાથી સ્વામીજીના વિચારો તેમને ઘણાજ પસંદ પડતા. અખંડ બ્રહ્મચર્ય તે પાળી રહ્યા હતા. જનસેવા કરવાની તીવ્ર ઈચ્છાને લઈને તેમના મનમાં રામકૃષ્ણ મિશનમાં જોડાવાનો વિચાર ઘોળાયા કરતો હતો. બે ચાર વખત સ્વામીજીની પાસે આવ્યા પછી એક વખત તેમની સાથે વાત કરતે કરતેજ તેમનો નિશ્ચય થઈ ગયો કે સંસારનો ત્યાગ કરી મોક્ષના માર્ગે જીવન વ્યતીત કરવું. ત્યાંને ત્યાંજ તેમણે પોતાની સાથે આવેલા મિત્રોને કહી દીધું કે “મારે ઘેર ખબર આપજો કે હું પાછો ઘેર આવનાર નથી.” પછી તેમણે પોતાનો વિચાર સ્વામીજીને જણાવ્યો. સ્વામીજી ખુશી થયા અને તેમની યોગ્યતા જોઈને તેમને તરતજ સંન્યાસ દિક્ષા આપી. એજ દિવસમાં મિસ મારગરેટ નોબલને પણ દિક્ષા આપવામાં આવી. તેણે દિક્ષા લીધા પછી જ “નિવેદિતા” નામ ધારણ કર્યું હતું. એ બનાવનું વર્ણન કરતાં નિવેદિતાએ લખેલું છે કે, “એ દિક્ષાનો દિવસ જરાપણ ભૂલાય તેવો નથી. મારા ખરેખરા જીવનની એજ શરૂઆત હતી, શિવપૂજનની વિધિ સમજાવ્યા પછી સ્વામીજી બોલ્યા કે