પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એ પછી મિસિસ ઓલબુલે કહ્યું કે “હિંદુસ્તાનનું સાહિત્ય પાશ્ચાત્યોને મન અત્યારે એક અમૂલ્ય જીવંત વસ્તુ થઈ રહેલી છે અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદરચિત પુસ્તકો અમેરિકામાં ઘેરે ઘેર વાંચવામાં આવે છે.” મિસ મુલરે “મારા વ્હાલા જાતિ ભાઈઓ અને મિત્રો” એમ સંબોધીને બોલવાની શરૂઆત કરતાં જ શ્રોતાઓએ પોતાની ઉભરાઇ જતી લાગણી દર્શાવવાને તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. મિસ મુલરે કહ્યું કે “મને અને સ્વામીજીના બીજા પાશ્ચાત્ય શિષ્યોને હિંદુસ્તાનમાં આવીને એમજ લાગે છે કે જાણે અમે અમારા ઘરમાંજ આવ્યાં છીએ. ભારતવર્ષમાં આધ્યાત્મિક પ્રકાશ અને ધાર્મિક જ્ઞાન વાસ કરી રહેલાં છે; એટલું જ નહિ પણ તેમાં અમારાં સગાંઓજ વસી રહેલાં છે એમજ અમે માનીએ છીએ.”

ઇંગ્લાંડમાં વેદાન્તના બોધની અસર કેવી થએલી છે તે વિષે બોલતાં તેમણે કહ્યું કે; “વખત હવે એવો આવ્યો છે કે અમે પાશ્ચાત્યોને હિંદુસ્તાનના આધ્યાત્મિક વિચારોનો લાભ મળવાથી અમારા વિચારો ઉન્નત બનતા ચાલીને અમે સુખી થવા લાગ્યાં છીએ. એક જીવંત મહાત્માએ તે વિચારો અમને એવી તો સરસ રીતે સમજાવ્યા છે કે તે અમને ગ્રાહ્ય થઈ રહેલા છે. અમે તેમને કૃતિમાં મૂકીએ છીએ અને પાશ્ચાત્ય પ્રજાઓના જડવાદથી ભરેલા જીવનમાં તેમણે નવું જીવન અને નવો જુસ્સો રેડ્યો છે. પશ્ચિમમાં પોતે કરેલા કાર્ય વિષે વિવેકાનંદે તમને સઘળું જ કહી બતાવ્યું નથી. પશ્ચિમના સામાજિક અને જાહેર જીવનમાં તેમણે જે અગત્યનો સુધારો કર્યો છે અને તેમના બોધથી તેમાં જે મોટા ફેરફાર થઈ રહેલા છે તે વિષે તે તો તમને થોડું જ કહે; પરંતુ મારે જણાવવું જોઈએ કે તેમના બોધને સાંભળવાને જે જે લોકો ભાગ્યશાળી થયાં હતાં તેઓ સર્વનાં હૃદયમાં અને કુટુંબમાં તેમના ઉદાર ધર્મભાવોએ અને વિશાળ