પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૩
પાશ્ચાત્ય પ્રદેશોમાં વેદાન્તની અસર.

કલકત્તામાં પ્લેગ શાંત થયા પછી સ્વામીજીએ બાગ બજારમાં એક કન્યાશાળા સ્થાપન કરી, અને તેનું કામ બહેન નિવેદિતાને સોંપ્યું. પછીથી સ્વામીજીએ બંગાળા, રજપુતાના અને પંજાબમાં બીજાં ત્રણ અનાથાશ્રમો ખોલ્યાં. આ સઘળી સંસ્થાઓ આજે ઘણીજ ફતેહથી પોતાનું કામ કરી રહેલી છે. આ વખતે સ્વામી વિવેકાનંદની મદદથી બે અંગ્રેજી માસિકો “બ્રહ્મવાદિન” અને “પ્રબુદ્ધ ભારત” શરૂ કરવામાં આવ્યાં હતાં. એ માસિકોના ગ્રાહકો આજે પણ આખી દુનિયા ઉપર થઈ રહેલા છે. વળી ઉદ્‌બોધન નામનું એક માસિક બંગાળી ભાષામાં શરૂ કરવામાં આવ્યું હતું. સ્વામીજીએ પોતાના બે ગુરૂભાઇઓને ઢાકા મોકલ્યા અને ત્યાં રામકૃષ્ણ મિશનની શાખા કહાડવામાં આવી. એ શાખા આજે કલકત્તા મિશનની દેખરેખ નીચે પરોપકારનાં કાર્યો કરી રહેલી છે.

પ્રકરણ ૫૧ મું – પાશ્ચાત્ય પ્રદેશોમાં વેદાન્તની અસર.

ઈંગ્લાંડ તથા અમેરિકાના જિજ્ઞાસુ લોકોમાં સ્વામીજીએ વેદાન્તનું જે બીજ રોપ્યું હતું એ તેમના હિંદમાં પાછા આવ્યા પછી સુકાઇ ન જતાં ઉલટું ખીલતું ચાલ્યું હતું. એ લોકોની સત્યને શોધવાની જિજ્ઞાસા અને ખંતને સ્વામીજી ઘણાજ વખાણતા હતા અને તેમની ખાત્રી હતી કે એમના હૃદયમાંથી વેદાન્તનો બોધ કદીએ ભૂંસાઈ જશે નહિ. વેદાન્તને સમજવાને અને તેને કૃતિમાં મૂકવાને જે સૂક્ષ્મ બુદ્ધિ અને સ્વાર્થત્યાગની જરૂર છે તે બુદ્ધિ અને સ્વાર્થત્યાગ પાશ્ચાત્યોમાં જાગી ઉઠે તેમ છે એમ સ્વામીજી કહેતા. હિંદમાં કેટલાકો તેમને પૂછતા કે અંગ્રેજો જેવા રજોગુણી માણસો સાત્વીક ભાવને શી રીતે પ્રાપ્ત કરશે ? સ્વામીજી ઉત્તર આપતા કે તેમનો રજોગુણ પરાકાષ્ટાએ