પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ઉત્તમ પ્રભા છવાઈ રહેતી હતી. તેઓ તેનું કારણ સમજતાં નહિ; પરંતુ ભુવનેશ્વરી માતા એક સાધ્વી બની રહ્યાં છે એટલુંજ માત્ર તે જાણતાં, વારંવાર ભુવનેશ્વરીનો આત્મા કાશી તરફ વળતો અને તેમનાં વૃદ્ધ બ્હેન “વિરેશ્વર ઉપર જળધારા કરતાં હશે અને પુષ્પમાળા સમર્પતાં હશે” એવા એવા વિચાર મનમાં આણી, ચાલતે અગર કામ કરતે એકદમ વિરેશ્વરના ધ્યાનમાં તેઓ મગ્ન બની જતાં.

याद्रशी भावना सिद्धिर्भवती ताद्रशी । માનસશાસ્ત્રનો નિયમ છે કે શુદ્ધ સાત્વિક હૃદયની ભાવના સ્થૂલરૂપે પ્રત્યક્ષ થાય છેજ. યોગ્ય સમય વીત્યા બાદ ભુવનેશ્વરી દેવીને પુત્રનો પ્રસવ થયો. સને ૧૮૬૩ ના જાન્યુઆરી માસની તે બારમી તારીખ હતી. હિંદુઓનો પૌષ માસ, મકરસંક્રાંતિનો દિવસ અને સોમવાર હતો. સવારના સાડા પાંચ વાગે બાહ્ય મુહૂર્તમાં ભુવનેશ્વરી દેવીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. નવા જન્મેલા બાળકનો ચહેરો તેના દાદા દુર્ગાચરણને મળતો છે એમ સર્વ કહેવા માંડ્યાં. “શું પોતાનો યોગ સંપૂર્ણ કરવાને ફરીથી જન્મ લઈને દુર્ગાચરણ તો નહિ આવ્યા હોય !” એમ સઘળાંને લાગ્યું. તેનું નામ પાડવાનો સમય આવ્યો. તે વિષયમાં વાદવિવાદ થવા માંડ્યો. આખરે ભુવનેશ્વરી દેવી બાળકની આંખો સૂક્ષ્મ દૃષ્ટિથી નિહાળીને બોલી ઉઠ્યાં. “તેનું નામ ! એને વીરેશ્વર કહીને બોલાવજો.” વીરેશ્વર મહાદેવના પ્રસાદથી તેનો જન્મ થયો હતો તેથી તેનું નામ વીરેશ્વર પાડવામાં આવ્યું. તે જ્યારે નિશાળે જતો થયો ત્યારે તેનું નામ ફેરવીને તે નરેન્દ્રનાથ – મનુષ્યોના રાજાનો રાજા રાખવામાં આવ્યું.

આ પ્રમાણે ઇશ્વરપરાયણ અને પ્રૌઢ વિચારવાળી માતા, બુદ્ધિશાળી પિતા અને વૈરાગ્યશીલ પિતામહથી ઉતરી આવેલી ઉચ્ચ ભાવનાઓવાળા કુટુંબમાં આપણા ચરિત્ર નાયકનો જન્મ શુભ દીવસે