પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વેદાન્તનો બોધ આપે છે પણ તેમાંના ઘણા ખરામાં ઉંડા વિચાર, વિશાળ ચારિત્ર્ય અને દીર્ઘદૃષ્ટિની ખામી જોવામાં આવે છે. લોકસેવા તેમજ સ્વદેશાભિમાનની લાગણી તો તેમનામાં લેશ પણ હોતી નથી. સ્વામી વિવેકાનંદનો બોધ એ સઘળી ખામીઓને પુરી પાડતો હતો અને તેમના બોધમાં તેમનું ચારિત્ર્ય સર્વદા રેડાતું હતું.

સ્વામી વિવેકાનંદની સાથે તેમના ઘણા પાશ્ચાત્ય શિષ્યો હિંદમાં આવ્યા હતા. સ્વામીજીનો બોધ તેઓ પ્રહણ કરી રહ્યાજ હતા, પરંતુ તેમની સાથે તેમના ચારિત્ર્યને પણ ઉત્તમ બનાવવાનું આવશ્યક હતું. ભારતવર્ષમાં ઘણાઓ વેદાંત વગેરેની કથા અને ઉપદેશ શ્રવણ કરે છે અને વેદાંતીઓ થઈને ફરે છે; પણ તેમનામાં ચારિત્ર્યનો લેશ પણ અંશ હોતો નથી; એટલું જ નહિ પણ કેટલાક તો કનક કામિની વગેરેના સ્વાર્થ સાધવામાં બીજા સામાન્ય માણસોથી પણ ચ્હડી જાય તેવા હોય છે અને બહારના આચાર, ટાપટીપ, પોપટીયું જ્ઞાન કે બોલવાની છટાથીજ ભોળા ભારતીય જનવર્ગ ઉપર કાબુ જમાવી બેઠા હોય છે. સ્વામીજી એ વાત સારી પેઠે જાણતા અને તેથી કરીને વિદ્યા કરતાં ચારિત્ર્યને તે વધારે મહત્ત્વ આપતા. પોતાના પાશ્ચાત્ય શિષ્યોના મનમાં હિંદના ધાર્મિક આચાર વિચારોનું ખરૂં રહસ્ય ઠસે અને તેઓ ખરેખરા હિંદુઓ બને, ભારતવર્ષનું પ્રાચીન ગૌરવ અને તેની વિદ્યા, કળા, તત્વજ્ઞાન, ધર્મ, સમાજબંધારણ વગેરેનો યથાર્થ અને સંપૂર્ણ ખ્યાલ તેમના હૃદયમાં વસે અને તેઓ ભારતવર્ષનું તેમજ અખિલ વિશ્વનું કલ્યાણ કરતાં મોક્ષને પ્રાપ્ત કરે એવા ઇરાદાથી સ્વામીજી બહુજ કાળજી પૂર્વક તેમનું ચારિત્ર્ય ઘડી રહ્યા હતા.

સને ૧૮૯૮ ના માર્ચ માસમાં મિસીસ ઓલબુલ અને મિસ જોસફાઈન મેક્લીઓડ અમેરિકાથી આવ્યાં અને બેલુરમઠની જમીન ઉપર એક જુના મકાનમાં રહેવા લાગ્યાં. પોતાના ગુરૂ