પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૭
નૈનિતાલ, આલમોરા વગેરે સ્થળમાં

સ્વામીજીની પાસે વિવિધ પ્રકારના લોકો આવતા હતા. સ્વામીજી સર્વની વાત સાંભળતા તેમજ સર્વે તરફ સહાનુભૂતિ દર્શાવતા અને કોઈ તરફ અણગમો દેખાડતા નહિ. સ્વામીજી એવા નમ્ર હતા કે જગતમાં એમનાથી વધારે નમ્ર બીજો કોઈ ભાગ્યેજ હશે. તેમનો વૈરાગ્ય પણ અદ્‌ભુત હતો. ગરિબ અને દુઃખી મનુષ્ય પ્રત્યેની તેમની દયા અમાપ હતી. માનવ પ્રેમ તેમનામાં એવો હતો કે તેમને દુઃખ દેનારને પણ તે આશિર્વાદ આપતા.”

“અમે ઘણીવાર તેમને ફાટ્યાં તૂટ્યાં વસ્ત્ર ધારણ કરીને એક ભિક્ષુકની માફક ફરતા જોયા છે. એવાં વસ્ત્રો જોઈને કેટલાક પરદેશીઓ તેમને હસતા, પણ ભારતવાસીઓ તેમની પૂજા કરતા. ખરી મજુરીનો રોટલો, ઝુપડાંનો વાસ અને અન્નપૂર્ણ ક્ષેત્રોના માર્ગોમાં પર્યટણ, એવી સાદી સ્થિતિજ એ જીવનને ખરેખરૂં દર્શાવી શકે તેમ છે. અભણમાં અભણ પુરૂષ તેમજ વિદ્વાનો અને રાજ્યદ્વારી પુરૂષો તેમને સરખી રીતે ચ્હાતા. નદીમાં હોડી થોભાવીને ખલાસી તેમના પાછા આવવાની રાહ જોતો જોતો પૂજ્યભાવથી ઉભો રહેતા. તેમની સેવા કરવાને નોકરો પરસ્પરમાં હરિફાઈ કરતા. તેમની સેવા કરવી એ સર્વેને મન “પ્રભુ સાથે રમવા” જેવું લાગતું.”

પ્રકરણ પ૩ મું – નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં.

ભારતવર્ષનું ધાર્મિક જીવન અને તેની ઐતિહાસીક મહત્તા પાશ્ચાત્ય શિષ્યોને પ્રત્યક્ષ કરાવવાને સ્વામીજી હવે પ્રવાસે નીકળ્યા. કલકત્તાથી તે નૈનીતાલ ગયા. સઘળા પાશ્ચાત્ય શિષ્યો સ્વામીજીની સાથે હતા. સ્વામીજીની સાથે પ્રવાસ કરવો એ ઉંચી કેળવણી લેવા બરોબર હતું. રસ્તામાં સ્વામીજી ધાર્મિક અને ઐતિહાસીક વિષયો