પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ઉપર ચર્ચા કરતા. વચ્ચે વચ્ચે તે ફારસી બેતો, ચીનની કહેવતો અથવા તો સંસ્કૃત શ્લોકો બોલતા અને પોતાના કથનને સિદ્ધ કરતા. આખે રસ્તે સ્વામીજીની ગાઢ સ્વદેશ પ્રીતિ દ્રશ્યમાન થતી. ભારતવર્ષની ઐતિહાસીક મહત્તાનું ભાન તેમાં તરી આવતું જણાતું. પ્રેમ–શૌર્યના જુસ્સાથી તે દરેક સ્થળ બતાવતા. જેમ જેમ આગગાડી આગળ ચાલતી ગઈ તેમ તેમ સ્વામીજી પટના, બનારસ, લખનૌના નવાબની ભવ્ય કચેરીઓ, વગેરેનું વર્ણન કરતા ગયા. તે વર્ણન એવા ભાવથી થતુ કે હિંદનો પ્રાચીન સમય સર્વેની માનસિક દૃષ્ટિમાં આબેહુબ ખડો થઈ રહેતો. સ્વામીજીના વર્ણનથી તેરાઈનો પ્રદેશ બુદ્ધની નિર્વાણપ્રાપ્તિની ભૂમિસમ ભાસવા લાગ્યો. ત્યાં કેટલાક પ્રકાશિત મોર અહીં તહીં વિચરી રહ્યા હતા. તેમને જોઈને સ્વામીજી અજેય રજપુતોની વાતો કહેવા લાગ્યા. વખતે કોઈ હાથી કે ઊંંટનું એકાદ ટોળું દૃષ્ટિએ આવતું. સ્વામીજી પ્રાચીન ભારતવર્ષનાં ધર્મયુદ્ધો, રાજાઓ અને મુગલ બાદશાહના દરબારો વિષે સંપૂર્ણ હકીકત શિષ્યોને સંભળાવતા, તો ઘડીકમાં મરકી અને દુષ્કાળની વાતો કરતા. રસ્તામાં આવતાં વિશાળ ક્ષેત્રો અને સુંદર ગામોને જોઈને સ્વામીજી હિંદુઓની કૃષિવિદ્યા, ગ્રામ્યપંચાયત, ગામડાની સ્ત્રીઓનાં સુંદર કાર્યો તથા ગ્રામ્યજનોનું ધાર્મિક જીવન અને સાધુ સત્કાર, વગેરેને સારી રીતે વર્ણવતા. સ્વામીજીનું વિવિધ પ્રકારનું જ્ઞાન આવા અનેક પ્રકારના તમામ વિષયોને રસમય બનાવતું. જે વિષયને તે હાથ ધરતા તેના ઉપર અવનવો પ્રકાશ પાડતા. તેમના વાર્તાલાપમાં ભારતવર્ષ કેન્દ્રસ્થાને થઈ રહેતું અને તેના અંતરાત્મા રૂપે સ્વામીજી તેની આંતર્‌વૃત્તિઓનું અદ્ભુત રહસ્ય પ્રગટ કરતા.

સ્વામીજી ભારતવર્ષની મહત્તા ઐતિહાસિક કે ધાર્મિક દૃષ્ટિથીજ સિદ્ધ કરતા, એટલુંજ નહિ પણ તેમને મન હિંદની ભૂમિ,