પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બાબતમાં તેઓ કેટલા બધા અજ્ઞાન અને પછાત હોય છે તે વિષય ઉપર આવતાં તેમણે એક ખ્રિસ્તી ધર્મગુરૂને મળેલા અનુભવની વાત કહી. “એક ખ્રિસ્તી ધર્મગુરૂ એક વખત એક ખાણ આગળ ગયો. ત્યાં મજુરો કામ કરતા હતા. તેણે બાઈબલમાંના કેટલાક સારા સિદ્ધાંતો એ મજુરોને સમજાવવા માટે પ્રથમ તેમને પૂછ્યું કે “તમે ક્રાઈસ્ટને ઓળખો છો ?” એક જણે જવાબ આપ્યો કે “એનો નંબર કયો છે ?” તે ગરિબ મજુર મનમાં એમ ધારતો હતો કે પોતાની માટી ટોળીમાંના કોઈક મજુરનું એ નામ હશે. માટે જો તે ધર્મગુરૂ ક્રાઇસ્ટનો નંબર કહે તો તેને એ ટોળીમાંથી શોધી કહાડે !” ઈંગ્લાંડના મજુરવર્ગનું ધર્મ સંબંધી અજ્ઞાન આવી રીતે સમજાવીને સ્વામીજી કહેવા લાગ્યા કે ભારતવર્ષમાં ગરિબમાં ગરિબ વર્ગ પણ શ્રીરામ કે શ્રીકૃષ્ણને સારી પેઠે જાણે છે અને દિવસમાં થોડી ઘણીવાર પણ તે નામનું સ્મરણ અતિશય પૂજ્યભાવથી કરે છે.

“જો એશીઆનો કોઈ વતની અધમમાં અધમ બની ગયેલો હશે તોપણ તેને લંડનના હાઇડપાર્ક માં ધોળે દિવસે ચાલતી અનીતિ નીચું જોવરાવશે.” સ્વામીજી આગળ કહેવા લાગ્યા કે એક દિવસ હું મારા હિંદુ પોશાકમાં લંડનના એક મહોલ્લામાં થઈને જતો હતો એજ રસ્તા૫ર એક માણસ કોયલાનું ગાડું હાંકતો જતો હતો. મારો પાશાક અને શરીરનો રંગ જોઇને તેણે કોયલાના એક કઠણ ટુકડો જોરથી મારા તરફ ફેંક્યો. સારા ભાગ્યે મને તે વાગ્યો નહિ અને મારા કાન આગળ થઇને તે સુસવાટ કરતો ચાલ્યો ગયો. નૈનીતાલમાં સ્વામીજીને તેમના બાળપણના મિત્ર જોગેશચંદ્ર દત્ત મળ્યા. તે સ્વામીજીને કહેવા લાગ્યા કે જુવાન ગ્રેજ્યુએટોને સીવીલ સર્વીસનો અભ્યાસ કરવાને ઈંગ્લાંડ મોકલવાને માટું ફંડ એકઠું કરો તો તેઓ પાછા આવીને ભારતવર્ષને અનેક રીતે મદદ કરશે. સ્વામીજીએ તેમને કહ્યું