પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બાબત પડી મૂકવાની અરજ કરી. સ્વામીજી તેમનું કહેવું શાંતિથી સાંભળીને બહાર ચાલ્યા ગયા. સાંજે આવીને એ બાઈને એક બાળકની માફક તેઓ કહેવા લાગ્યા કે તમારૂં કહેવું ખરૂં હતું. આમ કહ્યા પછી સ્વામીજી જરાક પાછા વળ્યા. તેમણે ઉંચે જોયું અને સામો બીજનો ચંદ્ર ઉગેલો દેખાયો. તેને જોઈને સ્વામીજીના હૃદયમાં પૂર્ણ આનંદ વ્યાપી રહ્યો અને તે બોલ્યા: “જુઓ, મુસલમાન લોકો નવા ચંદ્રને ઘણું માન આપે છે ચાલો, આપણે પણ નવા ચંદ્રની સાથે નવા જીવનનો આરંભ કરીએ.” એમ બોલતે બોલતે સ્વામીજીએ પોતાના બંને હાથ ઉંચા કર્યા. હું વારંવાર તેમની સામે વાદવિવાદ કરનારી શિષ્યા એ સમયનો સ્વામીજીનો પવિત્ર ભાવોથી ઉભરાઈ જતો ચહેરો જોઈને તેમનાં ચરણ કમળ આગળ શીશ નમાવીને તેમને પગે પડી રહી. સ્વામીજીએ મારે માથે હાથ મૂકીને મને ઉંડા અંતઃકરણથી આશિર્વાદ આપ્યો. ખરેખર, તે ક્ષણ મારે માટે અલૌકિક આનંદથી ભરપૂર હતી. આલમોરામાં મારી તર્ક શક્તિ વડે કરીને હું પરમાત્માની અનંતતા અને દયાળુતાનો યથાર્થ ખ્યાલ મારા મનમાં લાવી શકતી ન હોતી, પણ સ્વામીજીના પવિત્ર હાથનો સ્પર્શ થયા પછી અનેક વખત હું એ અનંતતા અને દયાળુતાને સારી પેઠે અનુભવી શકતી હતી. તે દિવસે પ્રથમજ મારા સમજવામાં આવ્યુ કે શ્રેષ્ઠ ગુરૂ કેવી રીતે આપણામાં રહેલા જીવભાવને ટાળીને તેને સ્થાને સર્વાત્મભાવ પ્રકટાવી શકે છે.”

આલમોરાથી સ્વામીજી પંજાબ અને કાશ્મીર તરફ ગયા. લાહોરમાં ઘણા લોકો તેમને ગુરૂ નાનક અને ગુરૂ ગોવિંદની ઉપમા આપવા લાગ્યા. ખરી સ્વદેશ પ્રીતિથી સ્વામીજી શિખ લોકોની બહાદુરીનું વર્ણન કરવા લાગ્યા. શીખ લોકોનું પવિત્ર પુસ્તક ગ્રંથસાહેબ અને પંજાબના સર્વ ત્યાગી ગુરૂઓ, જેમણે વેદાન્તના સિદ્ધાંતોનો દરેકે દરેક