પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૧
નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં.


છ સાત દિવસ રહ્યા હતા. ત્યાંથી સ્વામીજી શ્રીનગર આવ્યા ત્યારે તેમનામાં ઘણો ફેરફાર થયેલો જણાતો હતો. પોતાના બંને હાથ ઉંચા કરીને સર્વેને આશિર્વાદ આપતા તે બોલ્યા “હવે હરિ ૐ નહિ; હવે તો જય દેવી, જય દેવી.” વળી તે કહેવા લાગ્યા “મારૂં સ્વદેશાભિમાન હવે નાશ પામ્યું છે. હવે સર્વત્ર દેવીનેજ હું જોઉં છું. મેં ભુલ કરી છે. દેવીએ મને અંતઃસ્કુરણામાં કહ્યું છે કે ‘નાસ્તિકો મારા દેવાલયમાં પેસે અને મારી મૂર્તિને અભડાવે તોપણ તમારે શું ! શું તમે મારૂં રક્ષણ કરો છો કે હું તમારું રક્ષણ કરૂં છું ?” સ્વામીજીના એ ઉદ્‌ગારો માત્ર તેમનું નિરભિમાન–નિરહંકારવૃતિ અને પ્રભુ શરણતાનેજ દર્શાવતા હતા. હું કરૂં છું, હું સ્વદેશાભિમાની છું, એવા અહંભાવને ધરનારા અને પ્રભુના શરણનો સ્વીકાર નહિ કરનારા સ્વદેશાભિમાનીઓ પ્રભુ શરણ થઈ રહી તેના હથીયારરૂપેજ પોતાને માનનારા નિરાભિમાની મનુષ્યોની અપેક્ષાએ કાંઈપણ અગત્યનું કાર્ય કરી શકતા નથી એમ તેઓ સુચવી રહ્યા હતા. આ વખતે પણ સ્વામીજીનું ચિત્ત મોટે ભાગે ધ્યાનગ્રસ્ત રહેતું. તેઓ વખતો વખત નદી ઉપરનાં જંગલોમાં ચાલ્યા જતા અને ધ્યાનમાં લીન રહેતા. એક દિવસ જંગલમાંથી પાછા આવ્યા તે વખતે તેમણે માથું આખું મુંડાવી નાંખ્યું હતું અને તદન સાદાં વસ્ત્રો પહેર્યાં હતાં. તેમના મુખ ઉપર તપનો ભવ્ય પ્રકાશ છવાઈ રહ્યો હતો. ક્ષીરભવાનીમાં થયેલા અનુભવો હવે તે વર્ણવા લાગ્યા. ત્યાં કરેલા ઉપવાસ, તપ અને વૈરાગ્ય તેમજ આંતરિક આત્માનુભવોને તે કહેવા લાગ્યા. તેમાંની એક વાત નીચે પ્રમાણે હતી.

ક્ષીરભવાનીના મંદિરમાં સ્વામીજી એકવાર પૂજા કરી રહ્યા હતા ત્યારે દેવીના મંદિરની જીર્ણ અવસ્થા જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એક નવું ભવ્ય મંદિર