પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૫
નવા મઠની સ્થાપના.


ઘડ્યા; અને તેમના શિષ્યોએ અને ગુરૂભાઇઓએ આત્મનિયમન માટે કઈ કઈ ક્રિયાઓ કરવી, કઈ કઈ સાધનાઓ સાધવી, અને જીવનને કેવે માર્ગે વહેવરાવવું–ટુંકામાં કહીએ તો મઠમાં જીવન કેવે પ્રકારે ગાળવું–એ સર્વેને સમજાવ્યું. એ નિયમ અને હેતુઓમાં સ્વામીજીએ ભારતવર્ષની રાષ્ટ્રીય કેળવણીની રૂપરેખા આંકી બતાવી છે અને હિંદમાં પરોપકારનાં કાર્યો કેવી રીતે કરવાં તે પણ સમજાવ્યું છે. સ્વામીજી મઠની બહાર ફરતા ફરતા કહેવા લાગ્યા:–

“પેલી જગ્યામાં સાધુઓ રહેશે. આ મઠ ધાર્મિક ક્રિયાઓ અને વિદ્યાવૃદ્ધિનું કેન્દ્રસ્થાન બની રહેશે. એ મઠમાંથી નીકળતી આધ્યાત્મિક શક્તિ અખિલ વિશ્વમાં ફેલાશે. તે માનવજાતિની પ્રવૃત્તિઓ અને આદર્શોને જુદે માર્ગે વાળશે. અહીંઆંથી આદર્શ ફેલાવવામાં આવશે, તે જ્ઞાન, ભક્તિ અને કર્મનો સુયોગ સાધશે. વખત એવો આવશે કે જ્યારે આ મઠના સાધુઓનું જીવન મનુષ્યોના જડ આત્માઓમાં ચેતનની સ્ફુરણા કરશે. આ સઘળાં ભાવી દૃશ્યોને હું મારી આગળ જોઈ શકું છું.

“આ ભૂમિ ઉપર દક્ષિણે સરસ્વતી મંદિર બાંધવામાં આવશે. તેમાં વ્યાકરણ, તત્વજ્ઞાન, કળા, વિજ્ઞાન, સાહિત્ય, વક્તૃત્વકળા, હિંદુ શાસ્ત્રો અને સ્મૃતિઓ તથા અંગ્રેજી ભાષા શિખવવામાં આવશે. પેલા સ્થળમાં યુવાન બ્રહ્મચારીઓ રહેશે અને શાસ્ત્રોનો અભ્યાસ કરશે. મઠમાંથી તેમને ભોજન વસ્ત્રાદિ મળશે. પાંચ વર્ષ પછી તે બ્રહ્મચારીઓને પોતાને ઘેર પાછા જવાની અને ગૃહસ્થાશ્રમી તરીકે જીવન ગાળવાની રજા આપવામાં આવશે. અથવા તેમની મરજી હશે તો તેઓ મઠના વડીલ સાધુઓની આજ્ઞા લઈને સંન્યાસ દિક્ષા ગ્રહણ કરશે. કોઈ પણ બ્રહ્મચારી નિયમ વિરૂદ્ધ વર્તનાર કે ખોટે માર્ગે ચાલનારો માલમ પડશે તો તેને કહાડી મૂકવામાં આવશે. અહીંઆં