પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જેમ જેમ વધારે સ્વાર્થ ત્યાગ કરે છે તેમ તેમ તે વધારેને વધારે ઉન્નત દશાએ પહોંચતો જાય છે. ખરો વિચારવંત પુરૂષ બહારની વસ્તુસ્થિતિઓ સાથે નહિ, પણ પોતાની આંતર્‌વૃત્તિઓ સાથેજ કલહ યા યુદ્ધ કર્યા કરે છે. કેમકે જેણે મન જીત્યું છે તેણે આખા જગતને જીત્યું છે.

અહીંઆં એક શિષ્યે સ્વામીજીને પ્રશ્ન કર્યો, “ત્યારે તમે શા માટે અમારી શારીરિક ઉન્નતિ કરવાની એટલી બધી અગત્ય બતાવો છો ?” તરતજ સ્વામીજી સિંહની માફક ગર્જના કરીને બોલ્યા, “શું તમે હિંદુઓ મનુષ્યો છો ? તમે પશુઓ કરતાં સારા છો ? ખાવાપીવામાં, સુવામાં અને પ્રજોત્પત્તિ કરવામાં, એક બીજાના દોષ કરવામાં, અનિતીઓને નીતિ ગણવામાં, ધનવાનો અને બળવાનોની ખુશામત અને ગુલામી કરવામાં અને દુઃખ તથા પ્રતિકૂળતા આવતાં “આપણા નશીબમાં એ લખ્યું હશે તે કોણ ટાળનાર છે ?” એવું માની ચૂપ રહેવામાંજ સંતોષ માનનારા છો. ગમે તેવી અનીતિનો પૈસો કે સત્તા હોય તેનાથી પણ તમે સદા ભયભીતજ રહ્યા કરો છો. તમારામાં જે થોડી ઘણી બુદ્ધિ રહી ગઈ છે તે જો ન રહી હોત તો તમે જરૂર બેપગાં જનાવરોજ બની રહ્યા હોત. તમારામાં સ્વમાનની લાગણી તો હવે જરાએ રહી નથી. પરસ્પર અદેખાઈ કરો છો અને પરદેશીઓના ધિક્કારનું પાત્ર બની રહ્યા છો. તમારી નકામી બડાશોને વેગળી મૂકો. તમારી અતિ ઉચ્ચ ધાર્મિક કલ્પનાઓને આઘી ખસેડી નાખીને તમારી નબળાઇથી (નામર્દ સ્ત્રીની કુલિન પત્નિની પેઠે) તેને લજાઇ મરતી બચાવો. તમારા વ્યાવહારિક જીવનનાં કર્તવ્યોનોજ વિચાર કરો. પાશવ વૃત્તિઓનું જે સામ્રાજ્ય તમારા ઉપર ચાલી રહેલું છે તેથીજ હું તમને પ્રથમ જીવનકલહમાં ફતેહ મેળવવાનુ કહું છું. પ્રથમ તમારા શરીરને બળવાન બનાવવાની સલાહ