પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૩
નવા મઠની સ્થાપના.


ગયા. ત્યાં તેને એક ઓરડીમાં લઈ જઈને સ્વામીજીએ તેનું તમામ શરીર ધોઈ નાખ્યું અને પછી તેને એક સ્વચ્છ કપડું પહેરાવડાવીને દેવતાથી ખૂબ શેક કરવા માંડ્યો. ઘણા વખત સુધી સ્વામીજીના ગુરૂભાઈઓએ તે દર્દીની માવજત કરી અને તે સાજો થયો, બાબુ પણ આ બનાવથી ઘણાજ રાજી થયા હતા.

વૈદ્યનાથમાં રહીને પણ સ્વામીજી પોતાના શિષ્યોને પત્ર લખી અનેક પ્રકારનો બોધ આપી રહ્યા હતા. તેમનાં એક બંગાળી શિષ્યા ઉપર લખેલો એક પત્ર ખાસ જાણવા જેવો હોવાથી તેમાંનો કેટલોક ભાગ નીચે આપ્યો છે.

“તમારા પત્રમાં તમે કેટલાક અગત્યના પ્રશ્નો પૂછેલા છે……રૂષિ, મુનિ અથવા ઈશ્વર–કોઈપણ, સમાજને અમુક રીતરિવાજો કે નિયમોના બંધનમાં લાવી મૂકવાને શક્તિમાન નથી. જેમ જેમ સમય બદલાતો જાય છે અને જેમ જેમ નવી નવી જરૂરીઆતો ઉભી થતી જાય છે તેમ તેમ સમાજ સ્વરક્ષણને માટે આપો આપજ જુદા જુદા રિવાજોને ગ્રહણ કરતી જાય છે. રૂષિઓએ તો માત્ર તેવા રિવાજોને નોંધી રાખેલા છે. કેટલીકવાર એક મનુષ્ય જેમ સ્વરક્ષણને માટે તત્કાળમાં ફાયદાકારક પણ લાંબે સમયે નુકસાન કરે એવા રિવાજોને પણ સ્વીકારી લે છે, તેમ કેટલીકવાર આખી સમાજ પણ તાત્કાલિક લાભને માટે અમુક રિવાજોને ગ્રહણ કરી લે છે.” દાખલા તરીકે આપણા દેશમાં વિધવાવિવાહનો પ્રતિબંધ છે તે લ્યો. એમ નહિ ધારતાં કે આપણા રૂષિ મુનિઓએ કે બીજા દુષ્ટ મનુષ્યોએ એવો પ્રતિબંધક કાયદો ઘડેલો છે. પણ જ્યારે સમાજને તેવા કાયદાની જરૂર પડી હશે ત્યારેજ તે કાયદો અમલમાં આવ્યો હશે. વિધવાવિવાહ સંબંધી બે બાબતો લક્ષ્યમાં લેવા જેવી છે. એક તો એકે હલકી કોમોમાંજ વિધવાઓ પુનર્લગ્ન કરે છે અને તે કોમોમાં