પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૫
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


તેમની પાસેથી આશ્રયની ઈચ્છા રાખવા માંડી તેથીજ આજે આખો સંન્યાસાશ્રમ બગડી રહેલો છે. ખરા સંન્યાસીએ તો એ વાતથી દૂરજ રહેવું જોઇએ. એવા વર્તનવાળા સંન્યાસી વેશ્યાના જેવા હોઈ તેનો સંન્યાસ મિથ્યા ઢોંગરૂપજ છે. શ્રીરામકૃષ્ણ મહાકાળી પ્રત્યે રોઈને પ્રાર્થના કરતા કે જેમણે કામિની–કાંચનનો ત્યાગ કરેલો છે એવા માણસોનેજ તે તેમની પાસે વાત કરવાને મોકલે. તે કહેતા કે “સામાન્ય રીતે સંસારીઓ કદીએ પ્રમાણિક હોઈ શકે નહિ. તેમને હંમેશાં કંઇને કંઈ સ્વાર્થ વળગેલોજ હોય છે. કોઇપણ ધાર્મિક સંસ્થાનો નેતા થઇને બેસનાર ગૃહસ્થાશ્રમી ધર્મને નામે પોતાનોજ સ્વાર્થ સાધવાને મથે છે. પરમાર્થને ઓથે તે સ્વાર્થને છુપાવે છે અને આખરે પરિણામ એ આવે છે કે તે સંસ્થા અંદરથી તદ્દન નિઃસત્વ અથવા સડેલી બની રહે છે. ગૃહસ્થાશ્રમીઓના ઉપરીપણા નીચે ચાલતી સઘળી ધાર્મિક સંસ્થાઓની એવી જ સ્થિતિ થાય છે. વૈરાગ્ય વગર ધર્મ ટકી શકતોજ નથી.”

શ્રીરામકૃષ્ણનું આ કહેવું સ્વામીજી કહી સંભળાવીને પછી કહેતા કે આ ઉપરથી બ્રહ્મચારીઓએ અને સંન્યાસીઓએ પોતાને ગૃહસ્થાશ્રમી કરતાં ચ્હડીયાતા માની લઈ ફુલાઈ જવાનું નથી. કારણ કે કેટલાક ઉત્તમ ચારિત્રવાળા ગૃહસ્થાશ્રમીઓ તેમના વ્હાલામાં વ્હાલા મિત્રો હતા અને તેમનું જીવન સંન્યાસીઓને પણ આદર્શરૂપ થઇ પડે તેવું હતું. સ્વામીજી કોઈ કોઈવાર કહેતા કે “આદર્શ ગૃહસ્થાશ્રમીની મહત્તા હું સારી પેઠે સમજું છું. એવો ગૃહસ્થાશ્રમી પોતે વસ્તુઓનો સદુપયોગ કરતાં શિખે છે અને પોતાના વર્તનથી બીજાઓને પણ શિખવે છે. આ પ્રમાણે કેટલાક મનુષ્યોને માટે ગૃહસ્થાશ્રમ એ ઉત્તમ ભાગ હશે, પણ જેણે સંન્યાસ ગ્રહણ કર્યો છે તેણે તો જેમ વિષયોને વિષ સમજીને તેનાથી દૂર રહેવાનું છે તેજ પ્રમાણે વિષયાસક્ત