પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ગૃહસ્થાશ્રમીઓથી પણ તેણે છેટાજ રહેવું જોઇએ.”

ભારતવર્ષમાં સૌને શેઠજ થવું ગમે છે, કોઈને નોકર થવું ગમતું નથી. સૌ કોઇને નેતા થવાનું મન થાય છે, પણ નેતા બનવા માટે નેતાને તાબે રહીને કામ કરવું જોઈએ તે કોઈને ગમતું નથી. એ દુર્ગુણ બ્રહ્મચારીઓમાં ન પેસે તે માટે સ્વામીજી તેમને કહેતા કે “કહો, તમારા દેશમાં મારે શું કાર્ય કરવું ? અહીં તો દરેક જણ નેતાજ થવાનું ઇચ્છે છે અને કોઈને તાબે રહીને કામ કરવું ગમતું નથી. મોટાં કાર્યો કરવામાં નેતાની આજ્ઞાનું બરાબર પાલન થવુંજ જોઈએ. જો મારા ગુરૂભાઈઓ મને એમજ કહે કે મારે આજથી મઠની ગટર સાફ કર્યા કરવી તો તમે નક્કી જાણજો કે જરાક પણ ઉં કે ચું કર્યા વગર હું તેમના હુકમને તાબે થાઉં. જે મનુષ્ય પ્રથમ સારો આજ્ઞાધારક બની શક્યો હોય છે તેજ મોટો નેતા અથવા નાયક થઈ શકે છે.”

એક દિવસે સાંજે આમ તેમ ફરતે ફરતે સ્વામીજી એકદમ અટકી ગયા અને પોતાના એક શિષ્યને કહેવા લાગ્યા કે:– “મારા દીકરા, સાંભળ. શ્રીરામકૃષ્ણ જગતમાં આવ્યા અને તેમણે પોતાનું આખું જીવન અખિલ વિશ્વને માટે અર્પણ કર્યું. હું પણ મારા જીવનનો ભોગ આપીશ. તમે અને તમારામાંનો દરેક જણ એ પ્રમાણેજ કરજો. આ બધાં કાર્યો તો હજી માત્ર શરૂઆતજ છે. તમે ખાત્રીથી માનજો કે સ્વદેશ કાર્ય કરવામાં આપણે જે પસીનો ઉતારીશું અથવા જે રક્ત આપણે રેડીશું તે પસીનો કે રક્તમાંથી મોટા વીર કાર્યદક્ષ પુરૂષો અને પ્રભુના યોદ્ધાઓ ઉત્પન્ન થશે અને તેઓ આખા જગતમાં મોટો ફેરફાર કરી મૂકશે. આ વાત કદીએ તમે ભૂલી જશો નહિ કે સમાજસેવા અને ઈશ્વરનો સાક્ષાત્કાર એજ સાધુઓનો આદર્શ છે. તેને વળગી રહો. અને પછી ઓ