પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૧
ફરીથી અમેરિકા જવું.

 અમૂલ્ય સત્સંગનો અલભ્ય લાભ તેમને આ આખી મુસાફરી દરમીયાન સતત્‌ મળ્યા કર્યો હતો. એ સમય દરમીયાન શ્રવણ કરેલા વિચારોને તે મોટા શિક્ષણ રૂપ ગણતાં હતાં. એ વિચારોને બહેન નિવેદિતાએ પોતાની ડાયરીમાં લખી લીધા હતા અને પાછળથી પોતાના એક પુસ્તકમાં પ્રગટ કર્યા હતા. મહા પુરૂષો જ્યાં જાય છે ત્યાંનું વાતાવરણ પવિત્ર અને સ્વર્ગ સમાનજ કરી મૂકે છે. તેમની પાસે હમેશાં ઉંચી વાતોજ કરવાની હોય છે અને તેમના સ્થૂલ સૂક્ષ્મ શરીરમાં એક પ્રકારનો જે અતિ હિતાવહ પ્રવાહ વહી રહ્યો હોય છે તેથી કરીને તેમના સમાગમમાં આવનાર મનુષ્યોનો આત્મા ઉન્નત અને પવિત્ર બની રહે છે. બહેન નિવેદિતા લખે છે કે:—

“એ છ અઠવાડીયાંની મુસાફરીને હું મારા જીવનની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘડી ગણું છું. સ્વામીજીનો સમાગમ કરવાની એક તક આખી મુસાફરી દરમ્યાન હું ચૂકી નથી. સત્સંગ શિવાયનો વખત હું એ વિચારોને લખી લેવામાં તેમજ શિવણ કામમાં ગાળતી હતી.”

“મુસાફરીની શરૂઆતથી તે અંત સુધી સ્વામીજીના ઉદાત્ત વિચારોનો પ્રવાહ વહ્યાજ કર્યો. ક્યારે તેમના મુખમાંથી કોઈ નવીન સત્ય બહાર નીકળી આવશે તેનો કશો નિયમ ન હતો. શિવરાત્રી, પૃથ્વીરાજ, વિક્રમાદિત્યનો ન્યાય, બુદ્ધ અને યશોધરા વિષેની વાર્તાઓ અને બીજી અસંખ્ય કથાઓ એક પછી એક સ્વામીજીના મુખમાંથી નીકળ્યાંજ કરતી હતી. વળી અજાયબી ભરેલું તો એ હતું કે એકની એક વાત ફરીથી સાંભળવામાં આવતી નહિ. સ્વામીજીના કથનમાં વર્ણાશ્રમનો સંપૂર્ણ અભ્યાસ, વિચારોની તુલના અને તેમને અપાયલું નવીન સ્વરૂપ, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનાં કામોની યોજનાઓ, માનવજાતિનો બચાવ, અરક્ષિતની રક્ષા અને ગરિબોના રક્ષણાર્થે દર્શાવાતું શુરાતન વગેરે દૃશ્યમાન થતાં. અમારા ગુરૂની યાદગીરી