પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૩
ફરીથી અમેરિકા જવું.


કે ઉપનિષદો શિવાય બીજાનું પ્રમાણ હું આપતો નથી. ઉપનિષદોમાંથી પણ એકજ વાતને હું આગળ ધરું છું અને તે “સામર્થ્યનો વિચાર” છે. વેદ અને વેદાન્ત, સર્વેનો સાર એકજ શબ્દ “સામર્થ્ય” માં આવી રહેલો છે. ભગવાન બુદ્ધ જે અહિંસાનો બોધ આપતા હતા તેજ બોધ વેદ અને વેદાન્ત વધારે ઉત્તમ રીતે આપે છે. નિર્બળ મનુષ્ય જ બીજાની સામે થવાની ઇચ્છા કરે છે. સમુદ્રમાંથી વાછટ આવે તો તેથી હું આઘો ખશી જતો નથી, કેમકે તેથી મને કંઈ પણ થતું નથી, પણ એક મચ્છરને તેથી ઘણું લાગે છે. જગતનાં સઘળાં સંકટો સામર્થ્ય અને નિડરતા આગળ એવાં તુચ્છજ છે. ૧૮૫૭ ના બળવા વખતે બળવાખોરોએ એક બળવાન સાધુને મારી નાંખ્યો હતો. જ્યારે તેની છાતીમાં કટાર ભોકવામાં આવી ત્યારે તે એટલું જ બોલ્યો કે “અને તું પણ તે પ્રભુજ છે ને !” એ બળવાન સાધુ મારો આદર્શ છે. પ્રજાને કેળવણી દ્વારા આવું સામર્થ્ય પ્રાપ્ત કરાવવું જોઇએ.” ઉપરના વિચારને સાંભળીને નિવેદિતા ચકિત થયાં. તે લખે છે કે “મને તે વખતે વિચાર થયો અને હજી પણ મને એનો એજ વિચાર આવ્યા કરે છે કે મારા ગુરૂનો માત્ર એટલો સિદ્ધાંત શિખવાથીજ મારી આખી મુસાફરી સફળ થઈ ગયેલી છે.”

સ્વામીજીના હૃદયમાં ભારત વર્ષ ના અવતારો, આચાર્યો અને સંત સાધુઓનાં વર્ણન તથા આખ્યાયિકાઓનો એવો મોટો ભંડાર ભરેલો હતો કે તે કદીએ ખુટતોજ ન હોતો. એ સાધુચરિત્રો અને આખ્યાયિકાઓ તેમના મનમાં સદાએ જાગૃત રહીને તેમના હિંદુધર્મ પ્રત્યેના સદભાવને સદાએ તાજો અને ઉભરાતો રાખતાં. એમનું સ્વદેશાભિમાન પણ હિંદની ધાર્મિકતા અને તેની સાથે સ્વાભાવિક પણેજ જોડાયલી મહત્તા ઉપરજ રચાયેલું હતું. હિંદના ઇતિહાસના