પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
સરસ્વતી દેવીને અર્પણ.


અમેરિકામાં તેના સંસ્કૃત અભ્યાસને લીધે પણ તે ઘણા અમેરિકનોનાં હૃદયને જીતી લઈ શક્યો.

ઘરમાં વિશ્વનાથદત્તનો એક સગો સંસ્કૃતનો પંડિત હતો તેની પાસે નરેન્દ્રને હવે રાખવામાં આવતો. રાતે તેનું સૂવાનું પણ તે પંડિતની પાસેજ થતું. આ વિદ્વાનનું ધારવું હતું કે બાળકની સ્મરણશક્તિ ખીલવવાને અને તેનું ચારિત્ર ઘડવાને સંસ્કૃતના કેટલાક શ્લોકો અને પાઠ તેને કંઠે કરાવવા. આથી સૂતાં પહેલાં તે અનેક પ્રકારના ઉત્તમોત્તમ શ્લોક તેને કંઠે કરાવવા લાગ્યા. નરેન્દ્રને તે સહેલાઈથી કંઠાગ્ર થઈ જતાં.

ભુવનેશ્વરી દેવીએ તેને હવે અંગ્રેજી ભાષાના અક્ષરો શિખવવાની શરૂઆત કરી. જે અંગ્રેજી ભાષાદ્વારા આખા જગતને ધ્રુજાવવાને નરેન્દ્ર એક વખત શક્તિમાન થયો હતો તે ભાષાનું શિક્ષણ આપવાની માતાએજ શરૂઆત કરી. સાથે સાથે ભુવનેશ્વરીએ પાંડવોની કર્તવ્યનિષ્ઠા, તેમનાં પરાક્રમ અને યુદ્ધ વગેરેથી ભરપૂર એવી આખી મહાભારતની કથા પણ તેને સંભળાવવાની શરૂ કરી. નરેન્દ્ર અત્યંત ભાવથી તે સાંભળતો. એક તરફ અંગ્રેજી ને બીજી તરફ પ્રાચીન સંસ્કૃતિ ! કેવો સરસ સંયોગ ! નરેંદ્ર જ્યારે વિવેકાનંદ તરીકે પ્રખ્યાત થયો ત્યારે તેનામાં દૃષ્ટાંત તરીકે વાર્તાઓ કહેવાની જે અદ્ભુત કળા આવી હતી તે કળા ભુવનેશ્વરી દેવી પાસેથીજ તે શિખ્યો હતા. વળી આ કુમળી વયમાં જ ભુવનેશ્વરી દેવીએ તેનામાં દેવપૂજા કરવાનો સંસ્કાર નાંખ્યો.

ખરી પ્રાથમિક કેળવણી તો આ પ્રમાણે માતાને હાથેજ મળી શકે ! સાધુ સંતોના અનુભવોની લાંબી લાંબી પુષ્કળ કથાઓ હિંદુસ્તાનમાં પ્રચલિત છે. ઋષિમુનિઓનો તે હિંદુ પ્રજાને અમૂલ્ય વારસો છે. તેની આધ્યાત્મિક વિદ્યાનો તે પાયો છે. તેમના ચારિત્ર ઉપરથીજ