પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૯
ફરીથી અમેરિકા જવું.


અનેક વિષયો ઉપર ભાષણ આપી રહ્યાં હતાં. ભારતવર્ષના લોકોની આધ્યાત્મિક અને આર્થિક સ્થિતિ સુધારવાને પોતાનું સમસ્ત જીવન અર્પણ કરનાર આ પવિત્ર દેવીની ઈચ્છા એવી હતી કે હિંદની સ્ત્રીઓને તેમના દેશકાળને અને જરૂરીઆતોને અનુકૂળ થાય તેવી કેળવણી આપવી. તે કેળવણીને માટે એ બાઈ ન્યૂયોર્કમાં એક મોટું ફંડ એકઠું કરતાં હતાં. વળી સ્વામી વિવેકાનંદનો કલકત્તામાં એક હિંદુ યુનિવસીર્ટિ સ્થાપવાનો વિચાર હતો. ભારતવર્ષના કલ્યાણની અનેક યોજનાઓમાં એ પણ તેમના મનની એક ઉમદા યોજના હતી; તેમના મનોરાજ્યનું એ એક મનોહર સ્વપ્ન હતું.

હવે આપણે ભારતવર્ષ તરફ પણ થોડીક ઝાંખી કરી લઈએ. સ્વામીજીના બીજા શિષ્યો અને ગુરૂભાઇઓ જેમના હૃદયમાં સ્વામીજીએ પરોપકારવૃત્તિ અને સ્વાર્થ ત્યાગનો ઉત્તમ જુસ્સો રેડ્યો હતો અને જેમને પ્રાણનો ભોગ આપીને પણ લોકસેવામાં તત્વર રહેવાનો ઉપદેશ આપ્યો હતો, તેઓ સર્વે સ્વામીજીની ગેરહાજરીમાં બેલુર મઠમાં આળસુ થઇને બેસી રહ્યા ન હતા. તે વખતે હિંદની સ્થિતિ ઘણી ભયંકર થઇ રહી હતી. ઉનાળો આવવાથી દુષ્કાળે ઘણું જ ભયંકર રૂપ પકડ્યું હતું. રજપુતાનામાં કુવામાં પાણી સુકાઈ જતાં હતાં અને પાણી માટે લોકો માટે પોકાર કરી રહ્યા હતા. રામકૃષ્ણ મિશને કીશનગઢમાં એક સેવાશ્રમ સ્થાપ્યો હતો. ત્યાં ભુખ અને તરસથી પીડાતાં હજારો મનુષ્ય આવતાં. તેમને રામકૃષ્ણ મિશનના સાધુઓ બનતી મદદ આપી રહ્યા હતા. મધ્યપ્રાંતોમાં પણ એ સમયે ભયંકર દુષ્કાળ ચાલી રહ્યો હતો અને ત્યાંની જરૂરીઆત જોઈને ખંડવામાં દુષ્કાળકામો ઉઘાડવાને એક સ્વામીને મોકલવામાં આવ્યા હતા. તે સ્વામીએ ત્યાંના ડેપ્યુટી કમીશનરની સુચનાથી ઘેર ઘેર ફરીને કુળવાન કુટુંબનાં ભુખે મરી રહેલાં અનેક માણસોને શોધી કહાડ્યાં. આ માણસો ભુખે