પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

તેઓ શિવલિંગ અને શાલિગ્રામની પૂજાની ઉત્પત્તિ અમુક જંગલી ભાવનાઓમાંથી થએલી છે એમ કહેવા લાગ્યા તથા ખગોળવિદ્યા, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિદ્યાને હિંદુ ઋષિઓ ગ્રીક લોકો પાસેથી શિખી લાવ્યા હતા એમ પ્રતિપાદન કરવા લાગ્યા. એ સર્વે બાબતની વિરૂદ્ધ જવાબ આપવાને સ્વામી વિવેકાનંદ ઉભા થયા અને તેમણે શિવલિંગ તથા શાલિગ્રામની પૂજાની ઉ૫ત્તિનો ખરેખર ઇતિહાસ દર્શાવીને સાબીત કરી આપ્યું કે હિંદુઓએ ગ્રીક લોકો પાસેથી કોઈપણ પ્રકારનું જ્ઞાન લીધું નથી, પણ સર્વે વિદ્યાઓને તેમણે સ્વતંત્રપણેજ સંપાદન કરી હતી. હિંદુધર્મ અને તેના ઇતિહાસ વિષે જે અનેક પ્રકારના ખોટા ખ્યાલો પાશ્ચાત્યોના હૃદયમાં ભરાઈ ગયા હતા તે સર્વેને સ્વામી વિવેકાનંદે કહાડી નાંખ્યા અને હિંદના ધાર્મિક ઇતિહાસ ઉપર તદ્દન નવોજ પ્રકાશ પાડ્યો પશ્ચિમના વિદ્વાનો સ્વામીજીના જ્ઞાનથી સાનંદાશ્ચર્ય પામ્યા અને તેમની સાથે ગાઢ મિત્રાચારીનો સંબંધ બાંધી રહ્યા. પેરીસથી સ્વામીજી હિંદ જવા નીકળ્યા.

પ્રકરણ પ૭ મું – સેવાશ્રમની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી.

આ પ્રમાણે પોતાના અમેરિકન મિત્રો, વિદ્યાર્થીઓ અને શિષ્યોને છેલ્લી મુલાકાત આપીને ત્યાંથી પેરીસ થઇને સ્વામીજી હિંદુસ્તાન તરફ પાછા ફર્યા. આ વખતે સ્વામીજીનું શરીર પાછું તદ્દન ઘસાઈ ગયું હતું. એ ઘસાઈ જવાનું કારણ એજ કે આ વખતે પણ અમેરિકામાં સ્વામીજીએ અંગતોડ મહેનત કરી હતી. અમેરિકા, ઈંગ્લાંડ, પેરીસ અને કલકત્તા, દરેક સ્થળના દાક્તરોએ હવે તેમને એજ સલાહ આપી હતી કે તેમણે કેટલાંક વરસ સુધી પુરેપુરી