પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૫
સેવાશ્રમની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી.


સ્થાપના કરી હતી. આ આશ્રમમાં મઠ અને સેવાશ્રમ-બે વિભાગો રાખેલા હોઈ મઠમાં રહેનારા સાધુઓ ધ્યાન, ભજન, પૂજન અને આત્મચિંતન વગેરે સાધનો બ્રહ્મચર્યપૂર્વક સાધે છે. આ સેવાશ્રમમાં બ્રહ્મચારીઓ કનખલના સેવાશ્રમના જેવાં સેવા કામો બજાવે છે. આવી રીતે સેવાનાં કામ કેટલાંક વર્ષ કર્યા પછીજ જેમની ઈરછા સંન્યાસી થવાની હોય તેમને આશ્રમના અધિષ્ઠાતાની સંમતિપૂર્વક સંન્યાસદિક્ષા અપાય છે. કાશીનો સેવાશ્રમ એક મોટી હોસ્પીટલ જેવો હોઈ કનખલના સેવાશ્રમ કરતાં બે ચારગણા વિસ્તારમાં પથરાયેલો છે. કાશી ધામની જાત્રાએ જનાર જ્યાં સુધી ત્યાંના આ ખરા તીર્થસ્થાનનાં દર્શન ન કરે ત્યાં સુધી તેમણે પોતાની યાત્રાને અધુરીજ સમજવી, તીર્થવાસી પંડ્યાઓ પોતાના યજમાન યાત્રીઓની સાથે ફરીને જુદાં જુદાં મંદિરનાં દર્શન પૂજન કરાવે છે, પણ આવાં વર્તમાન યુગનાં સાચાં સેવામંદીરની તો તેમને ખબર પણ નથી હોતી અને કદાચ ખબર હોય છે તો કદર નથી હોતી. વળી કોઈ દલાલી પણ પાકે તેવી નથી હોતી, માટે સમજુ યાત્રીઓએ પોતેજ આવાં સ્થળ જોવા ખંત રાખવો જોઈએ.

આ વખતે સ્વામીજીનાં દર્શન માટે ઘણાં મનુષ્યો બેલુર મઠમાં આવવા લાગ્યાં. પિતા પોતાનાં બાળકોની વચમાં ઘૂમતો હોય તેમ સ્વામીજી તે સર્વેની વચમાં ફરતા. તેમને જે કાંઈ પૂછતા તેનો બહુજ પ્રેમથી સમાધાનકારક ઉત્તર આપી પૂછનારના મનની મુંઝવણ ભાગતા. કોઈવાર સ્વામીજી એકલી કૌપીનજ પહેરીને મઠમાં ફરતા તો કોઈવાર એકાદ કપડું પહેરી લઇને પાસેનાં ગામડાંઓ તરફ વિચાર કરતા કરતા ચાલ્યા જતા. કોઈવાર તે એકલા ગંગાજીને કિનારે જ્યાં ફાવે ત્યાં બેસીને આત્મધ્યાનમાં મગ્ન થઈ જતા, તો કોઈવાર મઠના એકાદ વૃક્ષની છાયા તળે