પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૧
બેલુર મઠમાં જીવન.


વ્યાધિગ્રસ્ત થઈ રહ્યું હતું, પણ વ્યાધિ તેમના મનને કે બુદ્ધિને સ્પર્શ કરી શકતો ન હોતો.

સ્વામીજીની સંનિધિમાં તેમના શિષ્યો એક પ્રકારનું અલૌકિક બળ અનુભવતા. મઠના કેટલાક સાધુઓ તો તેમને મહાદેવનો અવતારજ ગણતા. તેમના તેજસ્વી મુખારવિંદ તરફ તેઓ આશ્ચર્યથી નજર કરી જોઈ રહેતા. સ્વામીજીનું જીવન કેવું સાદું હતું ! તેમને જો મોજમઝાહમાં રહેવું હોત તો તેમના પાશ્ચાત્ય શિષ્યોએ તેમની આગળ જે જોઇએ તે આણીને મૂકી દીધું હોત. તેમના અંગ્રેજ અને અમેરિકન શિષ્યો મોટા ધનાઢ્ય હતા અને સ્વામીજીની ઈચ્છા હોત તો તેમણે તેમને રાજ્યવૈભવમાં પણ રાખ્યા હોત; પરંતુ સ્વામીજી ખરેખરા સંન્યાસી હતા. બાહ્ય વૈભવને તે ધિક્કારતા અને પાશ્ચાત્યોના ઠાઠ અને મોજશોખને તે વખોડતા, મઠની બહાર આવેલા એક મોટા આંબાના ઝાડ નીચે તે એક સાદા કેનવાસના ખાટલા ઉપર બેસીને પુસ્તકો, લેખો, પત્રો વગેરે લખતા, અધ્યયન કરતા અને બોધ આપતા.

બેલુર મઠનું મકાન ભવ્ય અને મોટું છે. તેમાં બીજે માળે ખુણા ઉપર એક વિશાળ ઓરડી આવેલી છે. એ ઓરડીમાં સ્વામીજી સૂતા. તેમાં પેસતાં ખુણામાં એક મોટો આયનો મૂકેલો જણાતો અને એક બાજુએ ભગવાં વસ્ત્રો ટાંગેલાં દેખાતાં. વચમાં એક પલંગ પડેલો માલમ પડતો, પણ સ્વામીજી તેને વાપરતા નહિ. એતો હમેશાં જમીન ઉપરજ સાદી પથારીમાં સૂતા. એ પલંગ તેમના એક અંગ્રેજ શિષ્યે ભેટ તરિકે આપેલો હતો. આગળ જતાં એક નાનું ટેબલ નજરે આવતું. તેના ઉપર ખડીઓ, કલમ, કાગળો વગેરે પડેલું જણાતું. એક બાજુએ મૃગચર્મનું આસન નાંખેલું જણાતું. તેના ઉપર બેસીને સ્વામીજી ધ્યાન કરતા. ઓરડીની મધ્યમાં ભગવાન શ્રીરામકૃષ્ણની એક મોટી ભવ્ય છબી મૂકવામાં આવેલી હતી. વારંવાર