પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૭
બેલુર મઠમાં જીવન.


ઘણાજ રાજી થતા. તે પોતાના મિત્રોને કહેતા કે “જુઓ, મઠમાં સાધુઓ કેવી સાધનાઓ કરી રહ્યા છે. એ ઠીક છે. શ્રી રામકૃષ્ણ કહેતા હતા તેમ સવારે અને સાંજે આપણું મન સ્વાભાવિક રીતેજ ઉંચા વિચારોને માટે વધારે લાયક બને છે અને તે વખતે તેને જલદીથી એકાગ્ર કરી શકાય છે. એ સમયે દરેક જણે અવશ્ય એકાગ્રચિત્તથી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ.”

સ્વામીજી વહેલા ત્રણ વાગ્યે ઉઠતા અને ન્હાઈ ધોઈને મઠના દેવળમાં ધ્યાન કરવાને સૌની સાથે બેસતા. દેવળના એક મુખ્ય ભાગમાં એમને માટે આસન નિર્માણ કરી રાખ્યું હતું. તેના ઉપર તે શાંત ચિત્તથી સ્થિર થઈને બેસતા. એ વખતે તે બરફના પર્વત જેવા પ્રકાશિત દેખાતા. ઘણીવાર તેમનું ધ્યાન બે કરતાં વધારે કલાક સુધી ચાલતું. પછીથી તે મુખેથી “શિવ, શિવ,” બોલતા ઉઠતા અને તેમના ચહેરા ઉપર અલૌકિક પ્રકાશ છવાઈ રહેલો જણાતો. પછી શ્રીરામકૃષ્ણની પ્રતિમાને પ્રણામ કરીને તે બહાર આવતા અને ચોગાનમાં માતાજીનું કે શિવનું ભજન ગાતા ગાતા અડધા ધ્યાનસ્થ અને અડધા જાગૃત તે અહીં તહીં ફરતા. એ વખતે એમના મુખ ઉપર અપૂર્વ શાંતિ દેખાતી. ધ્યાનથી કંઈક લાલ થઈ રહેલી તેમની આંખોમાં દૈવી શક્તિ અને પ્રકાશ માલમ પડી આવતાં. સ્વામીજી જ્યારે દેવળમાં બેઠેલા હોય ત્યારે બીજાઓને ધ્યાનમાં ઘણું બળ અને સહાય પ્રાપ્ત થતાં. સ્વામી બ્રહ્માનંદ લખે છે કે;— “અહા ! જ્યારે કોઈ નરેન્દ્રની સાથે ધ્યાન કરવાને બેસે છે ત્યારે તે ઝટ લઈને ધ્યાનગ્રસ્ત થઈ જાય છે. જ્યારે હું એકલો બેસું છું ત્યારે હું ધ્યાનગ્રસ્થ થઈ શકતો નથી.” ઉપર પ્રમાણે સ્વામીજી ધ્યાનમાં બેસતા અને બીજાઓને બેસાડતા. કોઈવાર તેમની તબીયત નાદુરસ્ત હોય તો તેમના શિષ્યો અને ગુરૂભાઈઓ એકલા ધ્યાન કરતા, કારણ કે