પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૩
બેલુર મઠમાં જીવન.


છોડીને પેલા ગૃહસ્થને મળવાને ગયાજ નહિ.

આ મજુરોમાંનો એક મજુર સ્વામીજીને વધારે ગમતો હતો. તેનું નામ "કેશ્ત” હતું. તે સ્વામીજીને કહેતો કે “સ્વામી બાબા! અમે કામ કરતા હોઈએ ત્યારે તમે આવશો નહિ. અમે તમારી સાથે વાત કરીએ છીએ ત્યારે અમારાથી કામ થતું નથી અને તેથી બડા બાબા (સ્વામી અદ્વૈતાનંદ) અમને ઠપકો આપે છે.” એ શબ્દો સાંભળીને સ્વામીજીને લાગી આવ્યું અને તેમણે કહ્યું કે હવેથી બડા બાબા તમને કશું કહેશે નહિ. કોઈ કોઈવાર તો મજુરોની તંગી અને દુઃખ સાંભળીને સ્વામીજીની આંખોમાં આંસુ આવી જતાં. જ્યારે એવું થતું ત્યારે “કેશ્ત ” તેમને કહેતો કે “હવે તમે જાવ, સ્વામી બાબા ! અમે હવે કદીએ અમારાં દુઃખની વાત તમને કહીશું નહિ, કારણકે તમે તેથી રડી પડો છો.”

એક દિવસ સ્વામીજીએ કેશ્તને પૂછ્યું કે “તમને બધાંને અહીં મિજબાની ખાવી ગમશે કે ?” તે માણસે જવાબ આપ્યો: “બાપજી, જો અમે બીજાને હાથે રાંધેલું મીઠાવાળું અન્ન ખાઈએ તો અમને ન્યાત બહાર મૂકે; કારણકે અમે પરણેલા છીએ.” સ્વામીજીએ તેની ખાત્રી કરી આપી કે રસોઈમાં મીઠું નાંખવામાં આવશે નહિ, મીઠું ઉપર પીરસવામાં આવશે. એ સાંભળીને મજુરોએ હા પાડી. મજુરોને મિજબાની આપવામાં આવી. લેંચી, બરફી, કઢી અને બીજી સુંદર વાની કરીને તેમને પીરસવામાં આવી. સ્વામીજી જાતેજ પીરસવાના કામ ઉપર નજર રાખવા લાગ્યા. મજુરો જમતે જમતે બોલ્યા કે “સ્વામી બાપજી, આ સુંદર વસ્તુઓ તમે ક્યાંથી આણી ? અમારી જીંદગીમાં આવી વસ્તુઓ અમે કદીએ ખાધી નથી.” તેઓને તેમની ઈચ્છાપૂર્વક બરાબર જમાડ્યા પછી સ્વામીજી તેમને કહેવા લાગ્યા કે “તમે બધા નારાયણો છે. આજે તમને જમાડીને મેં સાક્ષાત