પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૫
બેલુર મઠમાં જીવન.


આ ભગવા કપડાં ધારણ કરવાનો અર્થ જ શો રહ્યો? કોઈ કોઈવાર તો મને એમ પણ થઈ આવે છે કે આ મઠ ફઠ સર્વ વેચી નાખીને એ લોકોની સેવા કેમ ન કરવી ? જેણે વૃક્ષની છાયાને જ પોતાનું ઘર માનેલું છે અને હથેળીનેજ ભિક્ષાપાત્ર માનેલું છે એવા આપણને સ્થળની શી દરકાર છે? આપણા બંધુઓને પુરૂં ખાવા પહેરવાનું પણ મળે નહિ તો પછી આપણા મુખમાં કોળીયોજ શી રીતે પેસી શકે ? જ્યારે હું પશ્ચિમમાં હતો ત્યારે મારા મનમાં આ વિચારો વારંવાર જાગી ઉઠતા અને હું રડતે મોઢે શ્રીજગદંબાને પ્રાર્થના કરતો કે હે મા, અહીં તારા પુત્રો ફુલની શૈય્યામાં પોઢે છે; સુંદર ખાનપાનાદિ યથેચ્છ કરે છે અને સંપૂર્ણ રીતે જીંદગીના ભોગો ભોગવે છે; પણ બીજી તરફ ભારતવર્ષમાં લોકો ભુખે મરે છે. માતાજી, એનો ઉપાય કાંઈ થશે કે નહિ ?” પશ્ચિમમાં ધર્મનો ઉપદેશ કરવા જવામાં મારો એક હેતુ એ પણ હતો કે, આપણા દેશને માટે ત્યાંથી કંઇક સહાય મળી શકે તેમ છે કે નહિ તે જોવું. આપણા દેશના લોકોની ગરિબાઈ અને દુઃખ જોઇને મને ઘણીવાર વિચાર થાય છે કે "આ બધા પૂજાના ઠાઠ ફેકી દો-શંખનો નાદ કરવો, ઘંટ વગાડવો, આરતી કરવી તેમજ બીજી જે કાંઈ મોક્ષ મેળવવાને માટે આપણે (શાસ્ત્રાયન વગેરે) સાધનાઓ કરી રહેલા છીએ તે સર્વ ત્યજી દો. ગામે ગામ ફરીને ગરિબોની સેવા કરવામાં જીવનને અર્પણ કરી દો. આપણા ચારિત્ર્ય, ધાર્મિકતા અને તપમય જીવનથી ધનવાનોના હૃદયમાં ગરિબો પ્રત્યેની ફરજોનું ભાન કરાવો અને ગરિબો તથા દુ:ખીઓની સેવા કરવા માટે તેમની પાસેથી દ્રવ્ય મેળવો. અફસોસ ! આપણા દેશમાં કોઈ પણ મનુષ્ય ગરિબો, દુઃખીઓ અને અધમોનો વિચાર કરતોજ નથી. જેઓ આખી પ્રજાનો આધાર છે, જેમની મહેનતથી અન્ન થાય છે અને જેઓ એકાદ દિવસ કામે ન