પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૧
મહાસમાધિ.


સ્વામીજીનું આરોગ્ય બગડેલું રહ્યા કરવાથી તેમણે હવે કલકત્તાના કવિરાજ મહાનંદ સેન ગુપ્તની દવા કરવા માંડી. કવિરાજ સ્વામીજી પાસે સખત કરી પળાવતા. તે એટલે સુધી કે સ્વામીજીને તેમણે કેટલાક દિવસ સુધી પાણી પીવાની અને મીઠું ખાવાની પણ બંધી કરી હતી. વળી તેમને માત્ર અમુક સાદો ખોરાકજ ખાવો પડતો અને તે પણ થોડા પ્રમાણમાંજ. તેમ છતાં પણ સ્વામીજીની વિશાળ, ભવ્ય અને તેજસ્વી આંખોનું તેજ તેવું ને તેવુંજ હતું અને પહેલાંની પેઠેજ તે કામ કર્યા કરતા.

કવિરાજની દવા શરૂ કરતા પહેલાં થોડા દિવસ ઉપર તેમણે એનસાઈkલોપીડીઆ બ્રીટાનીકા વાંચવાનું શરૂ કર્યું હતું. એ પુસ્તકની એ સમયે જે નવી આવૃત્તિ બહાર પડી હતી તે એક પાશ્ચાત્ય શિષ્યે મઠની લાઇબ્રેરીમાં ભેટ તરિકે મોકલી હતી.

એક વખત સ્વામીજીને તેમના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી મળવાને આવ્યા અને એ પુસ્તકના પચીસ ભાગ ત્યાં પડેલા જોઈને બાલ્યાઃ “એટલાં બધાં પુસ્તકોમાં લખેલી બીનાઓને એક આખી જીંદગીમાં પણ યાદ ન કરી શકાય.” શિષ્યને ખબર ન હતી કે સ્વામીજીએ દસ ભાગ તો વાંચી નાંખ્યા હતા અને અગીઆરમો ભાગ ચાલતો હતો. સ્વામીજીએ જવાબ આપ્યો “અરે, એમ તે હોય? આ દસ ભાગમાંથી તું મને ગમે તે પૂછ.” શિષ્ય આશ્ચર્ય પામ્યો અને દસે ભાગ આમતેમ ઉથલાવી જઈને તેમાંના દરેક ભાગના અઘરા વિષયોમાંથી અકેક બબે પ્રશ્ન તેણે સ્વામીજીને પૂછ્યા. સ્વામીજીએ તરતજ તે વિષયનો સાર કહી બતાવ્યો, એટલું જ નહિ પણ ઘણાખરા સવાલોના ઉત્તર તો એમણે પુસ્તકમાંનો શબ્દે શબ્દજ બોલીને આપ્યો. પોતાના ગુરૂની વિલક્ષણ બુદ્ધિ અને અસાધારણ સ્મરણશક્તિ જોઈને શિષ્ય ચકિત થઈ ગયો અને પુસ્તકો વેગળાં