પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મૂકી દઈને બોલી ઉઠ્યો “આ તો આશ્ચર્યની વાત ! મનુષ્યને માટે આટલી યાદદાસ્ત અશક્ય જ કહેવાય.” સ્વામીજી તરતજ જુસ્સાભેર બોલી ઉઠ્યાઃ “તમો લોકોની વિષયાસક્તિએજ એ આશ્ચર્ય અને અશક્યતાનાં ભૂત ઉભાં કરેલાં છે. મનુષ્ય જો સારી પેઠે બ્રહ્મચર્યનું પાલન કરે તો એકવાર પણ વાંચ્યું કે સાંભળ્યું હોય તે જીંદગી સુધી સ્મરણમાં રાખી શકે.” આ બ્રહ્મચર્યની ખામીને લીધે જ આપણે પ્રજા તરિકે વધારે વધારે નબળા અને બુદ્ધિહીન થતા જઈએ છીએ. વળી આપણા મનુષ્યત્વને ખોવા ઉપરાંત મનુષ્યત્વહીન કુરકુરીયાં એક પછી એક પેદા કરતા રહીને ભારતભૂમિનો ભાર વધાર્યા કરીએ છીએ.

સ્વામીજીના જીવનના છેલ્લા દિવસો અને ખાસ કરીને છેલ્લા બે મહિનાઓ દરમ્યાન તેમણે પોતાના સઘળા ગુરૂભાઈઓ અને શિષ્યોને એકઠા કરવા માંડ્યા. યુરોપ અને અમેરિકાદિ જગતના દૂરના પ્રદેશેમાંથી પણ અનેક પાશ્ચાત્ય શિષ્યો આવી પહોંચ્યા હતા. સ્વામીજીની તબીયત હવે વધારે નરમ ચાલતી હતી, પણ તેમનો અંત એટલો બધો જલદી આવશે એમ કોઈ ધારતું ન હતું.

જીંદગીના આ છેલ્લા દિવસોમાં સ્વામીજી મઠ વગેરેનાં કાર્યો તરફ ધ્યાન આપતા નહિ. લગભગ આખો દિવસ તે ધ્યાનગ્રસ્તજ રહેતા હતા. પોતાની મહાસમાધિના ત્રણ દિવસ અગાઉ ત્રીજે પહારે સ્વામીજીએ મઠની આસપાસની ખુલ્લી જગ્યામાં ફરતાં ફરતાં તેમની સાથેના માણસોને ગંગા નદીના કિનારા ઉપરની એક જગ્યા બતાવીને ગંભીરતાથી કહ્યું હતું કે, “જ્યારે હું શરીરનો ત્યાગ કરૂં ત્યારે એને ત્યાં દાટજો.” પાછળથી તેજ પ્રમાણે કરીને ત્યાં એક ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે.

મહાસમાધિ પૂર્વેના છેલ્લા અઠવાડીઆમાં બુધવારને દિવસે એકાદશી હોવાથી તે દિવસે સ્વામીજીએ કોરો અપવાસ કર્યો હતો. “તે