પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પ્રેમાનંદ સાંભળી શકતા હતા. સ્વામીજી એકવાર બોલ્યા કે "બીજો વિવેકાનંદ હોય તોજ આ વિવેકાનંદને સમજી શકે, પણ ફિકર નહિ, વખત જતાં કેટલાએ વિવેકાનંદ જન્મશે."

હવે સ્વામીજીએ સ્વામી શુદ્ધાનંદને લાઈબ્રેરીમાંથી શુક્લ યજુર્વેદ લાવવાનું કહ્યું. શુદ્ધાનંદ તે લઈ આવ્યા એટલે સ્વામીજીએ તેમને सुषुम्ण: सूर्यरश्मि: શબ્દોથી શરૂ થતો મંત્ર કહાડવાનું કહ્યું. શિષ્ય તે શ્લોક તથા તેના ઉપરનું ભાષ્ય વાંચવા લાગ્યો. તેણે થોડું ભાષ્ય વાંચ્યું એટલે સ્વામીજી બોલી ઉઠ્યા: “આ ભાગ વિષે જે સમજુતી આપવામાં આવેલી છે તે મારા મનને ઠીક લાગતી નથી.” પછીથી સ્વામીજીએ “સુષુમ્ણા” નો અર્થ સમજાવ્યો. અહીંઆ તેનો અર્થ “બીજ અથવા પાયો” થાય છે અને તંત્રોમાં તેનો અર્થ "સુષુમ્ણા” નાડી કરેલો છે એમ દર્શાવ્યું અને કહ્યું કે, “તમારે એ શ્લોકોનો બરાબર અર્થ તમારી મેળેજ શોધી કહાડવો જોઇએ.” તે દિવસે બપોરનું ભોજન જમ્યા પછી તે બ્રહ્મચારીઓની ઓરડીમાં ગયા અને તેમને સંસ્કૃતના વર્ગમાં આવવાનું કહ્યું. વર્ગમાં સંસ્કૃત વ્યાકરણ-ખાસ કરીને લઘુકૌમુદી શિખવાતું હતું. તે વર્ગમાં શિખનાર એક જણ લખે છે કે; “શિક્ષણ ત્રણ કલાક સુધી ચાલ્યું; પણ તે જરા કંટાળો આપે તેવું ન હોતું; કારણકે સ્વામીજી તેમના હંમેશના સ્વભાવ પ્રમાણે વચ્ચે વચ્ચે હાસ્યજનક વાર્તાઓ કહેતા અને વારંવાર ટોળ કરતા. કોઈવાર તે કોઈ સુત્રના શબ્દો ઉપર હાસ્યજનક ટીકા કરતા અને કોઈવાર કોઈ શબ્દોનો બીજો અર્થ કરીને હસતા અને તેથી તે શબ્દ વધારે યાદ રહેતો.” વ્યાકરણ શિખવ્યા પછી સ્વામીજી કંઈક થાકી ગયેલા દેખાતા હતા. થોડીવાર પછી સ્વામીજી સ્વામી પ્રેમાનંદની સાથે બહાર ફરવાને ગયા અને લગભગ બે માઈલ સુધી ચાલ્યા. ઘણા દિવસથી તે ચાલી શકતા ન હતા, પણ એ દિવસે તે એટલું ચાલ્યા હતા. એ દિવસે તે