પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

છવાઈ રહ્યું. પછી કેટલાકે નમન કર્યું. કેટલાક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા અને સઘળા શિષ્યો પોતાના વ્હાલા ગુરૂનો ચરણ સ્પર્શ કરી રહ્યા. આખરે શબને ઉંચકવામાં આવ્યું અને "જય શ્રીગુરૂ મહારાજકી જય ! જય શ્રી સ્વામીજી મહારાજકી જય” ના પોકારો ગગન સુધી પહોંચી રહ્યા. શબને ફૂલના હાર અને પુષ્પોથી આચ્છાદિત કરવામાં આવ્યું હતું. સર્વે ધીમે ધીમે આગળ વધવા લાગ્યા અને મઠની આસપાસના મોટા મેદાનમાં થઈને તેઓ એક બિલ્વવૃક્ષ આગળ આવી પહોંચ્યા. જ્યાં આગળ સ્વામીજીએ બતાવ્યું હતું ત્યાં ચંદનનાં કાષ્ટથી ચિતા ખડકવામાં આવી અને તેના ઉપર શબને પધરાવી અગ્નિ ચેતાવવામાં આવ્યો. સાયંકાળે જ્વાળાઓ મંદ પડવા લાગી અને એ બળીને ભસ્મ થઈ ગયું. સાધુએાએ ચિતા ઉપર પવિત્ર ગંગાજળ છાંટીને તેને ઠંડી કરી.

બીજે દિવસે પવિત્ર ભસ્મને એકઠી કરવામાં આવી. તેને હજી સુધી પણ ઘણીજ પૂજ્ય બુદ્ધિથી સંભાળી રાખવામાં આવી છે. અગ્નિદાહના સ્થળ ઉપર એક સુંદર મંદિર બાંધવામાં આવ્યું છે અને તેની વચમાં એક સુંદર વેદી ઉપર સ્વામીજીની સુંદર પ્રતિમા પધરાવેલી છે. આ સ્થળમાં બેસીને મઠના વૃદ્ધ અને યુવાન સાધુઓ પ્રાર્થના તથા ધ્યાન કરે છે.

પ્રકરણ ૬૦ મું–ઉપસંહાર.

સ્વામી વિવેકાનંદ જેવા અત્યંત વિશાળ હૃદયના મહાપુરૂષના ગુણ અને કાર્યનું યથાવત વર્ણન કરવું અશક્ય છે. ખરેખર, તેમના જેવી અસામાન્ય વ્યક્તિ વર્તમાન જગતે બીજી ભાગ્યેજ જોઈ હશે. એમના જેવા કલ્યાણમય ગુણો ભાગ્યેજ કોઈ પણ એક જ વ્યક્તિમાં