પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કર્યો હતો અને તેથી તે કહેતા કે ધર્મ યા પંથની ધાર્મિકક્રિયાઓ જે હેતુથી ચાલુ કરાયેલી છે તે હેતુ લક્ષમાં રાખીનેજ કરવી જોઈએ. કદીએ સ્વામીજી કોઈ ધર્મ, પંથ કે સંતનું ભુંડું બોલ્યા નથી.

રાજા રામમોહનરાય અને બાબુ કેશવચંદ્રસેન સ્વામીજીના જેટલા વિજયી થઈ શક્યા નહિ તેનું કારણ એ હતું કે હિંદુધર્મના સિદ્ધાંતો માટે એ બંનેને સ્વામીજીના જેટલી શ્રદ્ધા અને પ્રેમ ન હતાં. રાજા રામમોહનરાયનું વલણ ખ્રિસ્તી ધર્મ તરફ વધારે હતું અને કેશવચંદ્રસેને તો હિંદુધર્મની ખામીઓ બતાવવામાં જ વધારે શક્તિ વાપરી હતી. જ્યારે સ્વામી વિવેકાનંદનો આદર્શ પ્રાચીન ભારત-ઋષિમુનિઓનો ભારતવર્ષ-હતો અને તેઓ પ્રાચીન સમયના પુરેપુરા પૂજક હતા. આર્યતત્વજ્ઞાને શીખવેલી અપૂર્વ આત્મશ્રદ્ધા તેઓ ધરાવતા હતા. તેમણે એકવાર કહ્યું હતું કે “મનુષ્ય મનુષ્ય વચ્ચે જે ભેદ જણાય છે તે ભેદ આ શ્રદ્ધાનોજ છે, બીજો નહિ. જે વડે એક મનુષ્ય મોટો થાય છે અને બીજો નિર્બળ અને અધમ રહે છે. તે આ શ્રદ્ધાજ છે. મારા ગુરૂ કહેતા હતા કે ‘જે પોતાને નિર્બળ ધારે છે તે નિર્બળજ રહે છે’ અને તે ખરૂં છે. આ આત્મશ્રદ્ધાએ તમારામાં ઉંડો વાસ કરવો જોઇએ.”

બીજું કારણ એ છે કે જ્યારે મનુષ્ય પવિત્ર જીવન ગાળે છે, ઉંચા આદર્શોથી ઘેરાયલો હોય છે અને આત્મસાક્ષાત્કારને પામી ચૂકેલો હોય છે ત્યારે જ તે બીજાનો ગુરૂ થઈ શકે છે. તે સિવાય તેનો બોધ, ગમે તેટલી વિદ્વત્તા અને બોલવાની છટા હોય તોપણ ઉંડી અને સ્થાયી અસર નીપજાવી શકતો નથી. શ્રીરામકૃષ્ણ કહેતા કે “પોલીસનો ફક્ત એકજ માણસ સહેલાઈથી તોફાનને અટકાવી શકે છે. શા માટે ? કારણ કે તેની સત્તા સરકારની સત્તા સાથે જોડાઈ