પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૩
ઉપસંહાર.


ગયેલી હોય છે. તેવી જ રીતે ઉપદેશકે પણ પ્રથમ પરમાત્મ સાક્ષાત્કાર કરીને તેની અનુપમ સત્તા–સ્ફૂર્તિ સાથે પોતાનું જોડાણ અવશ્ય કરવું જોઈએ અને તેમ થતાં સુધી ઉપદેશ કરવા ન મંડી પડતાં આંતરિક અભ્યાસ અને લોકસેવા પાછળજ તેણે મંડ્યા રહેવું જોઈએ.” પરમાત્મ સાક્ષાત્કાર પામેલો મનુષ્ય કૃતકૃત્ય બની તેની પ્રજ્ઞા-બુદ્ધિ ‘ઋતંભરા’ થઈ રહે છે અને તેના મન તેમજ વાણીમાં એક પ્રકારનું અસામાન્ય બળ આવી રહે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ આવો આત્મસાક્ષાત્કાર પામેલા હોઈ સ્વામી વિવેકાનંદજી પણ જ્યોતવડે જ્યોત પ્રકટી રહે તેમ તેમના ઉપદેશથી અને પોતાની સાધનાના બળથી યોગ્યતા મેળવીને તે સાક્ષાત્કારને પામી ચૂક્યા હતાં; તેથીજ તેઓ અંગ્રેજો અને અમેરિકનોના હૃદયમાં વેદાંતનાં ઉંડાં ધાર્મિક સત્યો આબાદ ઠસાવીને તેને માટે અસાધારણ માન ઉપજાવવાને ભાગ્યશાળી નિવડ્યા હતા. એક પ્રખ્યાત પુરૂષે એકવાર કહ્યું છે કે “ભૌતિકવિજ્ઞાનની શોધો અને પ્રયોગોની તેમજ અવલોકન શક્તિ કે બુદ્ધિની મહત્તાને હું ઉતારી પાડવા માગતો નથી; પરંતુ એ સર્વ વડે પણ જ્ઞાન તો આપણને માત્ર બાહ્ય તત્ત્વોનું જ થાય છે. આપણી ઇન્દ્રિયો, મન તેમજ બુદ્ધિ કરતાં પણ વધારે ઉંડાણમાં રહેલાં સત્યને અનુભવવા માટે તો આપણે એ સર્વથી અતીતજ થવું પડે છે. જગતને ઉપયોગી થાય એવાં જે અનેક વ્યાવહારિક સત્યો બુદ્ધિવડે શોધી શકાય છે, તે તો એ ઉંડા સત્યોની આગળ ઘણાંજ ગૌણ અને ઉતરતાં છે. કુદરતમાં અંતર્ભૂત થઈ રહેલાં-માનવના અંતરાત્માના ઊંડાણમાં વસી રહેલાં અતિ શ્રેષ્ઠતમ સત્યોને તો જેઓ બીજી સર્વ બાબતો મૂકી દઇને એ સત્યને શોધવા પાછળજ ગાંડા બની રહે છે તેઓજ શોધી અને અનુભવી શકે છે.” આવી આત્મવિકાસની અતિ ઉચ્ચ દશાએ શ્રીરામકૃષ્ણ પરમહંસ પહોંચેલા