પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતા. આવા મહાન ગુરૂના પવિત્ર ચરણ આગળ બેસીને સ્વામીજીએ વેદાન્તનાં ગહન સત્યને જાણ્યાં હતાં તેમજ અનેક પ્રકારનાં સાધન કરીને પરમાત્મ સાક્ષાત્કાર કર્યો હતો. આમ થયા પછી જ તેઓ ઉપદેશક બન્યા હતા. ત્યારે કેશવચંદ્રસેન તો પ્રથમ ઉપદેશક તરિકે યૂરોપમાં ફરી આવ્યા પછીજ શ્રીરામકૃષ્ણ પાસેથી એ સત્યોને શિખવાને ભાગ્યશાળી થયા હતા.

ખરેખર, આ જગતમાં પરમાત્મ સાક્ષાત્કાર પામેલા ગુરૂઓ પોતાના આત્મા વડે બીજાના આત્મામાં પ્રકાશ નાંખનાર મહાપુરૂષો-લાખો કરોડોમાં કોઈક જ હોય છે. આવા ગુરૂ અને શિષ્યનો સંબંધ મિષ્ટ, મૃદુ અને આનંદમયજ હોય છે. એક તરફથી પૂજ્યભાવ અને સેવાભાવથી તેમજ જ્ઞાન પિપાસાથી શિષ્ય ગુરૂના અખૂટ જ્ઞાનનું પાન કરી રહ્યા હોય છે અને બીજી તરફથી સાચા મનની તુચ્છ્–સ્થૂળ બાહ્ય સેવા અને પૂજ્યભાવથી ગુરૂદેવનું મહા પ્રભાવશાળી અને કોઈ તરફ પણ પક્ષપાત વગરનું હૃદય અગ્નિથી બરફ ઓગળે તેમ કુદરતી રીતેજ ગળી ગળીને શિષ્યના અધિકારી હૃદયને અમૃતમય બનાવી રહ્યું હોય છે. તે વગર માગ્યે પણ સદાય કંઇ ને કંઇ શિષ્યને આપ્યા જ કરે છે અને કોઈપણ પ્રકારે તેનો બદલો ઇચ્છતા નથી. ભગવાન રામકૃષ્ણની પેઠે સ્વામી વિવેકાનંદ પણ આ પ્રકારના સર્વોત્તમ ગુરૂ હતા. પોતાના અસંખ્ય શિષ્યોને માટે સ્વામીજીને જે પ્રેમ હતો તેનું વર્ણન કરવું અશક્ય છે. તેઓ ગરિબ હોય કે તવંગર, ઉચ્ચ કે નીચ હોય, પંડિત કે મૂર્ખ હોય, યુવાન કે વૃદ્ધ હોય, સ્ત્રી કે પુરૂષ હોય, હિંદુ, મુસલમાન, અંગ્રેજ કે અમેરિકન હોય, પણ સ્વામીજી કોઈ તરફ લગારે ભેદભાવ રાખતા નહિ. ઉલટા તેમનો પક્ષપાત ગરિબ અને દુઃખી તરફ વધારે રહેતો. ગમે તેવા અકળામણના પ્રસંગમાં પણ સ્વામીજી કોઈને આકરા શબ્દ કહેતા નહિં. તેઓ વારંવાર