પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૫
ઉપસંહાર.


કહેતા કે “ હાથીના દાંત અને બોલાયલા શબ્દો પાછા મોઢામાં પેસતા નથી.” તેઓ ઘણાજ ધાર્મિક ભાવથી બોલતા કે “મારી પાસે જે કાંઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હશે તે હું તમને અવશ્ય આપી દઇશ. મેં જે કાંઈ આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કર્યો હશે તે તમારો જ છે.”

પવિત્ર બેલુર મઠમાં જગતના જુદા જુદા ભાગોમાંથી જે લોકો આવીને સ્વામીજીની સંનિધિમાં દિવસના દિવસ ગાળતા તે તેમને કલાકની માફકજ જણાઈ રહેતા. તે જે કંઇ બોલતા એ અત્યંત ભાવથી અને અંતઃકરણપૂર્વકજ બોલતા. દંભ તેમને જરાએ ગમતો નહિ. નિડરતાએ તો તેમનામાં સાક્ષાતજ વાસ કરેલો હતો. તેમણે જે કાંઈ કહેવું ધાર્યું હોય તે નિડરપણેજ કહી દેતા અને પરિણામની કશીજ પરવા કરતા નહિ. ન્યાત, જાત કે ધર્મના ભેદ રાખ્યા વગર સર્વે તરફ તે સમાન પ્રીતિ દર્શાવતા. નિવેદિતા લખે છે કે “યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈવારે અજાણ્યા લોકો તેમને હબસી તરિકે ધારતા અને પોતાના બારણા આગળથી હાંકી મૂકતા. એ ભૂલ પાછળથી જાણ્યા પછી અવશ્ય સુધારવામાં આવતી અને આબરૂદાર કુટુંબો તેમને બહુજ આદરસત્કારથી વધાવી લેતાં. તે વખતે સ્વામીજી હબસી નહિ હોવાનું મુખેથી બોલતા નહિ. એવું મૌન ધરવાનું કારણ પૂછવામાં આવતું ત્યારે તે કહેતા કે “શું એમ કહેવાથી. મારા હબસી ભાઇઓનો મેં તિરસ્કાર કર્યો એમ નથી ઠરતું?”

સ્વામી વિવેકાનંદની કલ્યાણકારક પ્રવૃત્તિઓ વિષે જેટલું કહીએ તેટલું ઓછું જ છે. તેમની વિરૂદ્ધ મત ધરાવનારા હિંદુઓ અને ખ્રિસ્તીઓએ પણ એ બાબતમાં તેમને માટે પ્રશંસાનાજ ઉદ્‌ગારો કહાડેલા છે.

એમની અગાઉ કોઈપણ મનુષ્યે પૂર્વ અને પશ્ચિમનો મેળાપ કરાવ્યો નથી. એ કઠિન કાર્યને સ્વામી વિવેકાનંદે સાધેલું છે. સ્વામીજી અમેરિકામાં લગભગ ત્રણેક વર્ષ રહ્યા અને તે પણ અહીં તહીં