પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


થઈ જશે ! પણ તેમણે એ વિચાર મનમાંથી કહાડી નાંખ્યો.

પોતાના બાળ મિત્રોની સાથે રમતમાં પણ નરેન્દ્ર ધ્યાન ધરવાની રમત રમતો જણાતો. તેનું કુટુંબ તેને ઘણીવાર ધ્યાનસ્થ થયેલો નિહાળતું. તે લાંબા વખત સુધી આંખો મીંચી આસન વાળીને બેસતો. તેના મનમાં શું હશે તે કોઈ જાણી શકતું નહી; પરંતુ ધ્યાનમાં તે એટલો લીન થઈ જતો કે કોઈ કોઈ વખત તેને જગાડેવાને તેના શરીરને પુષ્કળ હલાવવું પડતું. “પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” એ કહેવત પ્રમાણે બાળપણમાંથીજ કોઈ મહા પુરૂષનાં લક્ષણ આવી રીતે આ બાળક દર્શાવતું હતું. તેનું ધ્યાન ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાને માટે જ હતું. એકાગ્રતાવડે આગળ જતાં લગભગ આખા જગતને તે પોતાના વિચારોથી હલાવી શક્યો. હિંદુ જાતિનું ગાંભીર્ય, હિંદુઓની વિશાળ તાત્ત્વિક દૃષ્ટિ કે જે નરેન્દ્રમાં મોટી વયે પૂર્ણતાને પહોંચેલાં જણાયાં તેનાં બીજ આ પ્રમાણે અત્યારથી જ તેનામાં દેખાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. એક સમયે નૈતિક અને આધ્યાત્મિક પૂર્ણતાને શિખરે પહોંચેલી હિંદુ પ્રજામાં હજી પણ એને અનુકુળ વિચારોનું પોષણ કેટલાંક કુટુંબમાં મળે છે ખરૂં, પણ સોએ યા હજારે એકાદ જેટલા વિરલ અપવાદોને બાદ કરતાં ઘણેખરે ઠેકાણે તો અજ્ઞાન, દુઃખ, દારિદ્ર્‌ય કારણોને લીધે એ વિચારોનો ઉચ્છેદજ થતો ચાલ્યો છે. ઋષિમુનિઓની પ્રજાના કેળવણીના માર્ગો જુદાજ હોય ! તે ઋષિઓના જેવાજ હોય. આધુનિક આર્યપ્રજા પાશ્ચાત્યોના મોહ આડે તે વાત સમજતી નથી. હિંદુ જીવનમાં અનેક ગુહ્ય શક્તિઓ રહેલી છે. હિંદુ જીવનનાં તત્ત્વો જુદાંજ છે. પણ હાલના હિંદુઓ પોતે જ પોતાની જાતિને ઓળખતા નથી. તેનું બંધારણ સમજતા નથી. તેમની નસોમાં કયું લોહી વહે છે તે વાતને તેઓ જાણે કે ભૂલી જ ગયા છે ! અંધશ્રદ્ધાથી