પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૯
ઉપસંહાર.


“તેઓ સ્વદેશ પ્રીતિ વિષે વાતો કરે છે. હું પણ સ્વદેશ પ્રીતિમાં માનું છું અને તે સંબંધી મારો પોતાનો પણ આદર્શ છે. પ્રથમ તો હૃદયમાં દેશની દશા પ્રત્યે લાગણી પ્રકટાવો અને તે પ્રકટી એટલે પછી આપો આપજ પ્રેરણા થશે. પ્રેમ ઉઘડે નહિ તેવા દરવાજાઓને પણ ઉઘાડે છે. પ્રેમજ વિશ્વના સર્વ છુપા ભેદનું દ્વાર છે. માટે હે ભવિષ્યમાં થનારા સુધારકો ! ભવિષ્યમાં થનારા સ્વદેશ ભક્તો ! લાગણી ધરાવો. તમને લાગણી છે? તમને લાગણી થાય છે કે દેવો અને ઋષિઓના લાખો વંશજો આજે લગભગ જંગલી જેવા બની રહેલા છે ? તમને લાગણી થાય છે કે હજારો સ્ત્રી પુરૂષો અને વૃદ્ધ તથા બાળકો આજે ભુખે મરી રહેલા છે અને વર્ષોનાં વર્ષોથી તે ભુખેજ મરતા આવ્યા છે ? તમને લાગણી થાય છે કે એક કાળા વાદળાની માફક અજ્ઞાન દેશ ઉપર ફરી વળેલું છે ? એ વાદળને જોઈને તમે તળે ઉપર થઈ જાઓ છો ? એ જોઇને તમારી નિદ્રા ઉડી જાય છે ? એ દૃશ્યની અસર તમારા લોહીમાં અને તમારી નસોમાં પ્રવેશ કરી રહેલી છે ? તમારા હૃદયના ધબકારા સાથે તે એક થઈ રહેલી છે? તેનાથી તમે ગાંડા જેવા બની રહેલા છો ? ફક્ત એક એ દુ:ખનો વિચાર તમારા મગજમાં ઘુમી રહેલો છે અને તે વિચારથી તમે તમારાં નામ, કીર્તિ, સગાંવહાલાં, માલ મિલકત અને તમારા દેહને પણ ભૂલી ગયા છો ? તમે તેમ કર્યું છે? સ્વદેશભક્તિનું એ તો હજી પહેલુંજ પગથીયું છે. તમે બધા સમજો છો તેમ હું ધર્મ પરિષદને માટેજ અમેરિકા ગયો નહોતો, પણ આવી પ્રબળ લાગણી મારા હૃદયમાં હતી અને હું બાર વર્ષ સુધી આખા હિંદમાં ફર્યો, પણ મને મારા દેશીભાઇઓ માટે કાર્ય કરવાનો રસ્તો જડ્યો નહિ, તેથીજ હું અમેરિકા ગયો. તે વખતે જેઓ મને ઓળખતા હતા તે આ વાતને જાણે છેજ. અમેરિકાની ધર્મપરિષદને માટે