પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૧
ઉપસંહાર.


ધનવાન પુરૂષો ઉપર વિશ્વાસ રાખશો નહિ. તેઓ સજીવન કરતાં વધારે મૃતવત્ છે. મને આશા ફક્ત તમો-નમ્ર, ગરિબ, પણ નિમકહલાલ મનુષ્યોમાંજ છે. પ્રભુમાં શ્રદ્ધા રાખો; યુક્તિનું કામ નથી. ગરિબોને માટે લાગણી ધરાવો અને સહાય માટે આડું અવળું ( બીજી તરફ ) નહિ જોતાં ઉંચે (ઇશ્વર તરફ) જ જુઓ. તે આપ્યા વગર રહેશે નહિ. મારા હૃદય ઉપર એ બોજો ઉપાડીને અને મારા મગજમાં એજ વિચાર રાખીને બાર વર્ષ સુધી હું ફર્યો છું. હું ધનવાન અને મોટા કહેવાતા મનુષ્યોને ઘેર ઘેર ગયો છું, પણ તેમણે મારું કહ્યું સાંભળ્યું નથી. ગરિબોને માટે સહાય મેળવવાને હું લોહીથી ટપકતા હૃદયે અડધી પૃથ્વી ઓળંગીને આ પરદેશની ભૂમિમાં આવેલો છું. પ્રભુ સમર્થ છે. હું જાણું છું કે તે મને સહાય કરશો. ભલે આ ભૂમિમાં ટાઢથી કે ભુખથી હું મરી જઉં, પણ, યુવાનો! હું તમને વારસામાં મારી આ દયાની લાગણી – આ ગરિબ, અભણ અને દુઃખી માટેની લડત સોંપું છું. હમણાંજ, આ ક્ષણેજ પાર્થસારથિ શ્રીકૃષ્ણના મંદિરમાં તમે જાઓ અને એ ગોકુળના ગરિબ અને નમ્ર ગોવાળીયાઓના મિત્ર જે અંત્યજ ગુહકને પણ વ્હાલથી ભેટ્યા હતા અને જેણે બુદ્ધાવતારમાં ધનવાનોના આમંત્રણને બાજુએ મૂકી એક વેશ્યાનું આમંત્રણ પ્રથમ સ્વીકારીને તેને તારી હતી, તે પ્રભુની આગળ તમારું શિર નમાવો. અને જેમણે ગરિબ, અધમ અને દુ:ખીઓને માટે વારંવાર અવતાર લીધેલો છે, તેમને માટે તમારા આખા જીવનનું બલિદાન આપો. આ ત્રીસ કરોડ ગરિબોની મુક્તિને માટે તમારા આખા જીવનને સમર્પણ કરવાનું વ્રત લ્યો.

“એ કાર્ય એક દિવસનું નથી અને તેનો માર્ગ પણ અનેક કંટકોથી ભરેલો છે, પણ એની સાથે પાર્થસારથિ-શ્રીકૃષ્ણ આપણા સારથિ થવાને તૈયાર છે; તે આપણે જાણીએજ છીએ. તેમના