પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


નામથી અને તેમનામાં અડગ શ્રદ્ધા રાખીને હિંદ ઉપર હજારો વર્ષોથી આવી પડેલી વિપત્તિઓના ડુંગરને જડમૂળમાંથી સળગાવી મૂકો અને તે બળીને ભસ્મ થઈ જશે. એ ઘણું મોટું કાર્ય છે અને આપણે ઘણા નિર્બળ છીએ, પણ આપણે જ્યોતિના પુત્રો છીએ, પ્રભુનાં બાળકો છીએ; એટલે પ્રભુની જય બોલતા આગળ વધો અને જરૂર આપણે જય પામીશું. કદાચ હું જય મેળવ્યા વગરજ મરણ પામું, પણ બીજો તે કાર્યને હાથમાં લેશે. શ્રદ્ધા, અનુભૂતિ, તીવ્ર શ્રદ્ધા અને ઉત્કટ સહાનુભૂતિ; જીવન કંઈજ નથી; મૃત્યુ કંઇજ નથી; સુધા, ટાઢ, તડકો એ પણ કંઈજ નથી; પ્રભુની જય બોલો અને આગળ વધો. પ્રભુ આપણા નેતા છે.”

સર્વધર્મ પરિષદમાં હાજર થતાં પહેલાં સ્વામીજી અમેરિકામાં અનેક હાડમારીઓ વેઠી રહ્યા હતા અને ક્યાં ખાવું કે ક્યાં સુવું તેનું પણ નક્કી ન હતું, ત્યારે સ્વામીજીએ ઉપરનો પત્ર લખ્યો હતો. એવી દશામાં પણ સ્વામીજી કેવી અડગ આત્મશ્રદ્ધા અને ઉત્ક્ટ આશા મનમાં ધરી રહ્યા હતા તેનો સંપૂર્ણ ખ્યાલ ઉપરનો પત્ર આપણને આપે છે. નિવેદિતા લખે છે કે:

“બીજાઓ ભૂલો કરે તો તેમને કરવો દો, પણ સ્વામીજીને મન તો ભારતભૂમિ યુવાનજ લાગતી. દેશી ભાષાઓ તેમને યુવાવસ્થામાંજ જણાતી. સ્વદેશીઓની શક્તિ તેમને પુર જોરમાંજ ભાસતી. તેમની આશાઓને ભવિષ્યનું હિંદ ધારણ કરતું તેમને દેખાતું..... તેમને મન તેમના દેશનો ઉદય સ્વહસ્તમાંજ જણાતો, પરદેશીએાના હાથમાં નહિજ. સ્વામીજી કદીએ કોઈના ઉપર આધાર રાખતા નહિ... પરદેશીઓની તેમને આશા ન હતી, તેમ તે તેમનાથી ડરતા પણ નહિ. ભારતવર્ષના ખરેખરા શુદ્ધ આત્માને જાગ્રત કરવા અને તેના પ્રજાકિય જીવનપ્રવાહને તે અનંત અપાર ચૈતન્ય સાગર તરફ પોતાનો