પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
અંગ્રેજી નિશાળમાં.

પાશ્ચાત્યોના અનુકરણમાં સર્વસ્વ આવી રહેલું માનનારાઓ હિંદુ જાતિમાંથી આ કુદરતી લોહીને કહાડી નાંખી નવુંજ લોહી દાખલ કરવા માગે છે; પણ વ્યાધિની પરિક્ષા વગરના ઉંટવૈદાની પેઠે એવા ઉપાય નકામાજ છે !

નરેન્દ્રની બાલ્યાવસ્થાના આ સમયમાંજ એક અલૌકિક વાત એ બનતી હતી કે રાતે પથારીમાં સુતા પછી તે જ્યારે ઉંઘી જવાની તૈયારીમાં હોય ત્યારે તેની આંખો ઉપરનાં બે ભવાંના વચલા ભાગની સામે એક આસમાની રંગનો પ્રકાશ તેને દેખાતો.

નરેન્દ્ર દસ વર્ષનો થયો ત્યાંસુધી એમજ સમજતો કે ઉંઘી જતી વખતે બધાએ આ પ્રમાણે પ્રકાશ જોતા હશે ! પછીથી તે સમજ્યો કે દરેકને તે જોવાનું ભાગ્ય હોતું નથી. આ જ્યોતિદર્શન તેના અવસાન સુધી કાયમ રહ્યું હતું. આ પ્રકાશદર્શન ધ્યાનનું ફળ છે. નરેન્દ્ર તે બાલ્યાવસ્થામાંથીજ જોતો હતો, તેથી સાબિત થાય છે કે તેના પૂર્વ જન્મમાંજ ધ્યાનાવસ્થા તેને સિદ્ધ થએલી હતી. આથીજ ધ્યાન તેને મન એક રમત જેવું થઈ રહ્યું હતું.

પ્રકરણ ૫ મું ― અંગ્રેજી નિશાળમાં.

સાત વર્ષની ઉમ્મરે નરેન્દ્રને અંગ્રેજી નિશાળે મૂકવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યું કે હવે તેને અંગ્રેજી શિખવું પડશે. નરેન્દ્ર “ના” કહેવા લાગ્યો. “તે મ્લેચ્છ ભાષા શા માટે હિંદુઓએ શિખવી જોઈએ” એમ તે કહેવા લાગ્યો. આપણે તો આપણી ભાષામાં પારંગત થવું જોઈએ એમ તે વિચારવા લાગ્યો. “અંગ્રેજી ભાષા હું નહીં શિખું” એમ તે દૃઢપણે દર્શાવવા લાગ્યો. નિશાળેથી તે પાછો આવતો રહ્યો. તેનાં માબાપે તેને સમજાવ્યો કે તે રાજ્યભાષા છે