પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૧
ઉપસંહાર.


જ્યાં ત્યાં દેખાતાં અસંખ્ય દુઃખી મનુષ્યોજ સ્વામીજીના પૂજ્ય દેવો હતા. ગરીબ મનુષ્યરૂપી દેવ, અધમ મનુષ્યરૂપી દેવ, પાદાક્રાન્ત મનુષ્યરૂપી દેવ—એ સર્વેની સેવા કરવાના કાર્યનેજ સ્વામીજી પ્રભુપૂજા કહેતા. “કામ કરો” એમજ તે સદાએ પોકારતા. પ્રેમથી કાર્ય કરો, નિ:સ્વાર્થપણે કાર્ય કરો, નિંદા કે સ્તુતિને ગણ્યા વગર કાર્ય કરો એમજ તે કહેતા. આશા કે ભય વગર કાર્ય કરવામાં કેટલો બધો આનંદ ઉપજે છે ? કે મનુષ્યને સહાય કરવાથી હૃદય કેટલું બધું હર્ષથી ઉભરાય છે? સ્વામીજી કહેતા કે "માત્ર ગુલામોજ બીજાઓને ગુલામ બનાવવાનું ઇચ્છે છે. દ્રવ્યની જરૂર છે પણ મનુષ્યત્વ દ્રવ્યને પેદા કરે છે. દ્રવ્ય કાંઇ મનુષ્યત્વને પેદા કરતું નથી. માટે તેઓ કહેતા કે ભારતના ઉદ્ધારને માટે સર્વથી પ્રથમ મનુષ્યો, મનુષ્યો અને સાચાં મનુષ્યોજ આપણને જોઈએ છે.”

આ પ્રમાણે ભારતવર્ષની દુર્દશા સ્વામીજીએ પંડે જ ફરીને જોઈ, પંડે જ તેના ઉપાય શોધ્યા, તેના ઉત્કર્ષના વિચારોમાં અને ક્રિયાઓમાંજ તેમણે પોતાનું આખું જીવન ગાળ્યું અને તે છતાં પણ એક બાળકના જેટલા નિરાભિમાની તે રહ્યા હતા.

જગદંબા પ્રત્યે તે વારંવાર કહેતા કે “મા, મા, તુંજ કર્તા છે. હું તારો ગુલામ છું. તું મને આગળ ધસાવ; તું મને આગળ દોર; તુંજ સર્વસ્વ છે. હું એક બાળક છું, તું એક્લીજ મોટી છે. જગતમાં તુંજ તારું કાર્ય કરે છે. તુંજ દુઃખી મનુષ્યોરૂપે પણ ફરે છે ને તુંજ સેવા પણ કરે છે. તારી ગતિ કોઈથી કળાય તેમ નથી. મારા મનમાં અહંકાર ઉપજવા દઈશ નહિ. મારે માન અને પ્રશંસા પણ જોઇતાં નથી. મારા ચિત્તને તારાં ચરણ કમળમાં મગ્ન રહેવા દે”.

ચિકાગોથી લખેલા એક પત્રમાં સ્વામી વિવેકાનંદે લખ્યું હતું કેઃ― “યાદ રાખજો કે ભારતની પ્રજા મહેલોમાં નહિ પણ ઝુંપડામાંજ