પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૨
૬૫૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વસેલી છે અને અફસોસ કે કોઇએ તેને માટે કંઇપણ કર્યું નથી. આપણા આધુનિક સુધારકો વિધવા વિવાહને માટે ભારે ગરબડ કરી રહેલા છે. અલબત્ત, દરેક સુધારા તરફ મારી સહાનુભૂતિ છે, છતાં પ્રજાના ઉદયનું માપ પરિણત વિધવાઓની સંખ્યા ઉપર રહેલું નથી, પણ તેના સર્વ સામાન્ય જનસમૂહની સ્થિતિ ઉપરજ રહેલું છે. તેની સ્થિતિ તમે સુધારી શકશો, તેના હૃદયમાં ઉંડી પ્રવેશી રહેલી ધાર્મિકતાને હણ્યા વગર તમે તેને તેનું ગુમાવેલું વ્યક્તિત્વ પાછું આણી આપી શકશો, ભ્રાતૃભાવ, સ્વાતંત્ર્ય, કાર્ય અને ઉત્સાહમાં આપણે ખરેખરા પાશ્ચાત્ય થવું, પણ સાથે સાથે ધાર્મિક વિચારો અને ભાવના, એમાં તો ચુસ્ત હિંદુ જ બની રહેવું, એ તમારાથી થઈ શકશે ? એજ કરવાનું છે અને તેને આપણે કરીશું. તમે બધા તે કરવાનેજ સ્રજાયેલા છો. આત્મશ્રદ્ધા ધરો. દૃઢ થયેલી ઉત્તમ ભાવનાઓ મોટાં કાર્યોને ઉત્પન્ન કરે છે. માટે મારા પુત્રો સદાએ આગળ ધસો. જીવનની દરકાર ન કરતાં ગરિબ પાદાક્રાન્ત તરફ સહાનુભૂતિ છે. આગળ દર્શાવો. એજ આપણું પરમ સાધન છે. એમાં જ આપણો ધર્મ અને મોક્ષ ધસો, મારા દિકરાઓ !”

ઉપરનો પત્ર સ્પષ્ટ રીતે જણાવે છે કે સ્વામી વિવેકાનંદ કેવા પ્રકારના સુધારક હતા. દયાર્દ્ર હૃદયથી તે ગામે ગામ ફર્યા હતા અને જનસમૂહની સ્થિતિ અને લાગણીઓનો બારીક અભ્યાસ કર્યો હતો, તેથીજ તેમના સુધારા ઉચ્છેદક ન હતા. પ્રજાના હૃદયમાં વસી રહેલી ધાર્મિકતાને તે અત્યંત માન આપતા અને ધાર્મિક્તાને રસ્તેજ તેનો ઉદય કરવાને તે મથતા. પ્રજાના હૃદયને સમજ્યા વગર, તેના વિચારોને જાણ્યા વગર અને ઘણા કાળથી ચાલી આવતી તેની દંતસ્થાઓ, અને ભાવનાઓનો અભ્યાસ કર્યા વગર કરવા માગેલો સુધારો ફોગટ જઇને પરસ્પર વૈમનસ્યજ ઉત્પન્ન કરે છે. આધુનિક સમયના સુધારકો