પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને શીખવી આવશ્યક છે. તો પણ તે માને નહિં. તેના બાપનો એક ઘરડો કાકો હતો તેણે તેને એક ખુણામાં લઈ જઈને ખુબ સમજાવ્યું, પણ તે માને નહિ. કેટલાક માસ વીતી ગયા પછીજ એના મગજમાં એ વાત ઉતરી અને વૃદ્ધ કાકાની શિખામણ માની અને અંગ્રેજીનો અભ્યાસ શરૂ થયો. પોતાના મનનું સમાધાન થયા વગર કોઈ પણ વાત શરૂ ન કરવી એ આ બાળકનો સ્વભાવ હતો, અને સમાધાન થયા પછી જે બાબત તે હાથ ધરતો તેમાં તે પ્રવીણ થતો ત્યાં સુધી તેને છોડતો નહિ. અંગ્રેજી શિખવાનું હાથ ધર્યા પછી તેમાં તે એટલો પ્રવીણ થયો હતો કે મોટી વયે પાશ્ચાત્ય વિદ્વાનોને તેમની સ્વભાષામાં પણ તે આંજી નાંખતો અને આખી દુનિયામાં આર્ય તત્વજ્ઞાનનો ફેલાવો કરવામાં એ ભાષા તેની પાસે એક સમર્થ સાધનરૂપે થઈ રહી હતી. સાથે સાથે એટલું કહેવાની ખાસ જરૂર છે કે નરેન્દ્રને નિશાળે મૂક્યો પણ તેની ઘરની કેળવણી બંધ થઈ નહોતી. હિંદુસ્તાનમાં આજકાલ બાળકને નિશાળે જતું કર્યું એટલે માબાપની ફરજ સેંકડે નવ્વાણું ટકા પુરી થયેલી ગણાય છે. કેટલાંક માબાપ વખતે “આજ કેટલામો નંબર પુરાવ્યો” એટલો વસાલ છોકરાંને પૂછે છે, પણ તેના ચારિત્ર સંબંધી કે ગૃહ કેળવણી સંબંધી બિલકુલ દરકાર કરતાં નથી. સુધારામાં સપડાઈ ગએલાં માબાપ સુધારો, સુધારા કરતાં કાંઈ પણ આદર્શ વગરનું જીવન ગાળે છે. તેમના વિચારો માત્ર સંસારની વાસનાઓને તૃપ્ત કરવાનાજ હોય છે. તેની આગળ શું છે તે જોવાની અગર જાણવાની તે દરકાર કરતાં નથી. આ પ્રમાણે જે માબાપો દ્રવ્યનીજ પાછળ ભટક્યા કરે છે તેઓ પોતાનાં છોકરાંને પણ તેમજ કરવાનું શિખવે એટલે પછી બાળકો ઉંચા ચારિત્રવાળાં ક્યાંથી થાય ? નરેન્દ્રની બાબતમાં તેમ થયું નહોતું. ભુવનેશ્વરી દેવીએ તેને રામાયણ અને મહાભારતના