પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આનંદિત થઈ જતા કે જાણે કોઈ ઉન્નત પ્રદેશમાંજ તેઓ વસી રહેલા છે એવો ભાસ થઈ જતો.” સંગીતથી સ્વામીજીનો અંતરાત્મા એવો તો મસ્ત બની રહેતો કે કેટલીક વખત તે ખાવા પીવાનું કે બીજું કોઈ પણ કામ કરવાનું હોય તે પણ ભૂલી જતા અને જરી પણ થાક્યા વગર કલાકોના કલાકો સુધી ગાયાજ કરતા.

સ્વામીજી મોટા કલાકોવિદ્ હતા. કલકત્તાના ગૌરવને તેમજ તેના આત્માને તે સમજતા. તે કહેતા કે “જો મનુષ્ય કુદરતમાં રહેલી એકતા અને સૌંદર્યને જાણી શકે નહિ તો પછી સઘળી એક્તા, ઉચ્ચતા અને સૌંદર્યના ભંડાર પરમેશ્વરને તો તે ઓળખીજ કેમ શકે ?” વળી તે કહેતા કે “જે મનુષ્ય કલાનું સૌંદર્ય અને ગૈારવ જોઈ શકતો નથી તે ખરો ધર્મિષ્ટ બની શકતો નથી.” વળી બીજે પ્રસંગે તેમણે કહેલું છે કે “કલા માત્ર ઇંદ્રિયોનેજ સંતોષે છે એમ કહેવું ભૂલ ભરેલું છે. જે મનુષ્યે ઇંદ્રિયો ઉપર જય મેળવેલો છે અને જેણે દેહભાવનો ત્યાગ કરેલો છે તે જ માણસ કળાના ખરા સૌંદર્યને જાણી શકે છે. આપણે દરેક વસ્તુને આધ્યાત્મિક દૃષ્ટિએ જોવી જોઈએ. આ સમગ્ર કુદરત પ્રભુનોજ સ્થૂલ આવિર્ભાવ છે. અપવિત્રતા અને કુરૂપતા તો આપણા મનમાં જ રહેલાં છે. કળાને ન જાણવી એ ભયંકર અજ્ઞાન છે. ખરી કળા, ખરી કવિતા અને ખરું સંગીત હમેશાં આધ્યાત્મિક જ હોય છે.”

ભારતવર્ષમાં ધર્મ અને કળા વચ્ચે ગાઢ સંબંધ રહેલો તેઓ જોઇ શકતા અને તેથી કહેતા કે “હિંદુઓ ધર્મમાં રહે છે, હિંદુઓ કલામાં રહે છે. ધાર્મિક સંસ્કૃતિથી કલાની વૃદ્ધિ થાય છે અને કલાથી ધર્મની વૃદ્ધિ થાય છે. જ્યારે હિંદનો ખરો ઇતિહાસ બહાર આવશે ત્યારે જણાશે કે ભારતવર્ષ ધર્મક્ષેત્રમાં સર્વનો પ્રથમ ગુરુ છે તેમજ કલાના ક્ષેત્રમાં પણ સર્વેનો પ્રથમ ગુરૂ છે.” ઇતિહાસના અભ્યાસક તરિકે