પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૭
ઉપસંહાર.


કોઇએ ભાગ્યેજ પ્રાપ્ત કર્યો હશે. વેદાન્ત જેવા ગહન વિષયને સાધારણ બુદ્ધિમાં પણ ઉતરે એવો કરી મૂકવો એ અશક્ય કાર્યને તે શક્ય કરી રહ્યા હતા. સ્વામીજી કહેતા કે “ભારતવર્ષમાં સૌ મને કહે છે કે મારે અદ્વૈત વેદાન્ત બધા લોકોને સમજાવવું નહિ, કેમકે સર્વથી તે સમજી શકાતું નથી. હું કહું છું કે નાના બાળકને પણ હું તે સમજાવી શકું તેમ છું. ઉંચાં આધ્યાત્મિક સત્યો તો મનુષ્યને જેમ વહેલાં શિખવવામાં આવે તેમજ વધારે સારું છે.”

એકવાર એક સભામાં કાર્ય પૂરું થયા પછી તેમણે ઉભા થઈને કહ્યું હતું કે:—

“આવતી કાલે હું “મન અને તેની શક્તિઓ” ઉપર ભાષણ આપીશ. વળી હું કેટલાક બૉમ્બના ગોળા પણ ફેંકીશ.” એમ કહેતે કહેત તે હસતે ચ્હેરે સઘળા શ્રોતાઓ તરફ જોવા લાગ્યા. પછી પોતાનો હાથ ઉંચો કરીને તેમણે કહ્યું કે “આવજો, તેથી તમને ફાયદો થશે.” બીજે દિવસે ભાષણમાં ઉભા રહેવાની પણ જગ્યા રહી નહિ. મનોબળ પ્રાપ્ત કરવાને માટે બ્રહ્મચર્યની ખાસ જરૂર દર્શાવ્યા પછી એ બાબતમાં અમેરિકનો તરફ અનેક બૉમ્બ તે ફેંકવા લાગ્યા. તેમણે કહ્યું કે “એક યુવાન હિંદુ અહીઆં-અમેરિકામાં મને મળવાને આવ્યો હતો. બેએક વર્ષથી તે અહીં રહે છે. તેનું શરીર ઠીક નહિ રહેતું હોવાથી અમેરિકાના દાક્તરોએ તેને સલાહ આપી છે કે તેણે બ્રહ્મચર્યનો ભંગ કરવો; કારણકે તેઓ એમ સમજે છે કે બ્રહ્મચર્ય પાળવાથી શરીરને નુકશાન થાય છે. મેં તો તેને હિંદમાં પાછા જવાની અને સૈકાઓથી બ્રહ્મચર્ય પાળી રહેલા તેના બાપદાદાનાં વચનોને શ્રવણ કરવાનીજ સલાહ આપી.” એટલું કહીને સ્વામીજી બહુજ કંટાળા ભરેલે ચ્હેરે કહેવા લાગ્યા કે, “આ દેશના દાક્તરો, તમે એમ ધારો છો કે બ્રહ્મચર્યનું પાલન કુદરતની વિરૂદ્ધ છે, પણ તમે