પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


રહેલા છે, જ્યાં જીવન કલહની હાડમારી અને સ્પર્ધાને લીધે ગરિબ અને માંદાઓનું સંરક્ષણ કરવું મુશ્કેલ થઈ પડેલું છે અને જ્યાં શુષ્ક વિજ્ઞાનશાસ્ત્રના પ્રચારને લીધે ઇશ્વરમાંથી શ્રદ્ધા તદ્દન ઉડી ગયેલી છે; એવી ભૂમિ અમેરિકામાં, વેદાન્તનો પ્રચાર કરવામાં સંપૂર્ણ ફતેહ મેળવવી એ કાર્ય ખરેખર ચમત્કાર જેવું જ છે.

એક પ્રખ્યાત લેખક લખે છે કે– “સ્વામી વિવેકાનંદ આ જમાનાના સર્વોત્કૃષ્ટ મનુષ્ય હતા. ઋષિમુનિઓની ચરણરજરૂપ આ પવિત્ર ભારતભૂમિમાં ધર્મનું સંરક્ષણ કરવાને માટે સમયે સમયે જે અસામાન્ય પુરૂષો ઉત્પન્ન થતા આવ્યા છે તેમાંનાજ સ્વામી વિવેકાનંદ એક હતા.”

થોડાં વર્ષ ઉપર જ “ધી ડેલી ન્યુસ” નામના પત્રના એક ખાસ ખબરપત્રી હિંદની સ્થિતિનો અભ્યાસ કરવાને અહીં આવ્યા હતા તેણે ઇંગ્લાંડમાં તે પત્ર ઉપર લખી મોકલ્યું હતું કે “પોતાનાં ભાષણોથી આટલાંટિક સમુદ્રની બંને બાજુએ પ્રખ્યાત થઈ રહેલા સ્વામી વિવેકાનંદ હિંદુ આદર્શોનો પુરેપુરો ખ્યાલ આપણને આપે છે.”

આદર્શ વેદાંતી તરિકે તેમણે બ્રહ્મચર્યનો અદ્‌ભૂત મહિમા દર્શાવી આપ્યો છે અને ધર્મના ખરા સ્વરૂપને સમજનારમાં જે અસામાન્ય સહાનુભૂતિ અને સ્વદેશપ્રીતિ હોઈ શકે તે તેમણે દર્શાવી છે. પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓને ભણીને જીવનને કેવી રીતે વહેવરાવવું તેનો ઉચ્ચતમ ખ્યાલ તેમણે આપણને આપ્યો છે. સ્વામીજીનું જીવન ચિત્તશુદ્ધિનો મહિમા છે. ખરી પવિત્રતામાં રહેલા શુરાતનનો તે નમુનો છે. કેવળ નવીન વિચાર ધરાવનારને તેમજ કેવળ જુના વિચાર ધરાવનારને માટે તે ઠપકા રૂપ છે. જડ, નિ:સત્વ અને ચેતનારહિત જુના વિચારના મનુષ્યોને તે પ્રોત્સાહન છે. પાશ્ચાત્યોનું અનુકરણ કરનાર અવિચારી આધુનિકોનો તે અંકુશ છે. મોટી મોટી