પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૯
ઉપસંહાર.

 છે, માટે તેજ ખરૂં જીવ્યો કહેવાય કે જે બીજાને માટે જીવે છે.” વેદાન્તની નીતિ દરેક હિંદુ પાસે શું કરાવવા માગે છે તે વિષે સ્વામીજીએ કહ્યું છે કે “અત્યારે આપણને વધારે આધ્યાત્મિક્તાની જરૂર નથી; અત્યારે તો આર્થિક સૃષ્ટિમાં અદ્વૈતભાવને લાવવાની જરૂર છે. ભુખ્યા માણસને માટે તો પહેલા રોટલો અને પછીજ ધર્મ. બિચારો ગરિબ મનુષ્ય ભુખમરાથી મરી રહેલો છે તેમને કે જે આપણે બસ ખાઈપીને ધર્મનોજ બોધ કર્યા કરીએ છીએ;........... હિંદમાં એ શ્રાપ વસી રહેલો છે; એક તો આપણો તિરસ્કાર અને બીજું આપણું શુષ્ક હૃદય. તમે હજારો સિદ્ધાંતોની વાત કરો; તમે લાખો પંથ ઉભા કરો, પણ જ્યાં સુધી તમારા વેદ શિખવે છે તેમ તમારામાં લાગણીવાળું હૃદય નથી; જ્યાં સુધી તમે તેમને તમારા શરીરનાં અંગોજ સમજતા નથી ત્યાં સુધી બધું નકામું છે.” ખરેખર, અત્યંત લાગણીવાળા સ્વદેશભક્ત સાધુને છાજે તેવોજ આ ધર્મબોધ કહેવાય. ઉપરના શબ્દોમાં સ્વામીજીએ સાચોજ ધર્મ સમજાવ્યો છે. આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે પ્રેમ અને સામર્થ્ય એજ એમના શોધનું રહસ્ય હતું

સ્વામીજી દૃઢપણે કહેતા કે “ધર્મજ પ્રજાનું સત્વ છે; તેજ તેનું સામર્થ્ય, જીવન અને પ્રેમ છે.”

વળી તેમણે કહ્યું છે કે “જંગલમાં વસી ફળાહાર કરી કોપીનને ધારણ કરી વેદાધ્યયન કરનાર પ્રાચીન રૂષિ આપણું ધાર્મિક આદર્શ છે.” પણ સર્વે મનુષ્યોને માટે એ આદર્શ નથી એમ પણ તેમણે ચોખ્ખું દર્શાવ્યું છે. એ વાતને જો આપણે ભુલી જઈએ તો આપણે સ્વામીજીને ઘણોજ અન્યાય કરીએ. સ્વામીજીએ કહ્યું છે કે “સૌંદર્ય અને ભવ્યતાના ધ્યાનમાં પોતાના શરીરને પણ ભૂલી જાય એવું વિશાળ હૃદય ક્યાં છે? એવા વિશાળ હૃદયવાળા મનુષ્યો