પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
વિદ્યાર્થીજીવન.

હતો ! શાબાશ છે એ શુદ્ધ આર્યાને ! ધન્ય છે એ આદર્શ માતાને ! નરેન્દ્રનું મહદ્ ભાગ્ય હતું કે આવી વીર વિદુષી માતા તેને મળી હતી !

અફસોસ ! કેટલો બધો વિનિપાત ! ભુવનેશ્વરી દેવી જેવી લલનાઓ પણ જે માતૃભાષાની હિમાયત કરે, તેની કેવી દુર્દશા ! આધુનિક સમયમાં કોલેજના વિધાર્થીઓને એક કકડો કાગળ લખવો હોય તો તે ઇંગ્રેજી ભાષામાંજ લખવાનું વધારે પસંદ કરે અને તે ભાષામાંજ સારી રીતે લખી શકે ! માતૃભાષામાં લખતાં તેમને શબ્દો જડે નહીં, વાક્ય રચના ગોઠવતાં મુશ્કેલી થાય અને વિચાર સ્પષ્ટપણે દર્શાવતાં આવડે નહીં ! ભલભલા ગ્રેજ્યુએટો પણ તેમાં ઉડું જ્ઞાન ધરાવતા ક્વચિતજ જણાય ! રે, તેને માટે પસંદગી કે તેની આવશ્યકતા દર્શાવતા ભાગ્યેજ દેખાય ! જ્યાં માતૃભાષાની આવી અવગણના ત્યાં સારાં બાળકોની આશાજ શી !

પ્રકરણ ૬ ઠ્ઠું – વિદ્યાર્થી જીવન.

મેટ્રોપોલિટન ઇન્સ્ટીટ્યુશન નામની અંગ્રેજી નિશાળમાં નરેન્દ્રને મૂકવામાં આવ્યો હતો. નિશાળમાં તે એક જગ્યા સ્થિર બેસી રહેતો નહિ. પ્રવૃત્તિમયતા, દયાળુતા અને સ્વતંત્ર વિચાર, ખાસ કરીને આ ગુણો તેનામાં ન્હાનપણથીજ માલમ પડતા હતા અને જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તે ગુણો વધારે ને વધારે ખીલતા ગયા. જ્યારે તે રમવાને જતો ત્યારે તે ખુબ રમતો, તે ઘણું કૂદતો, દોડતો અને કુસ્તી કરતો. તે છોકરાઓનાં નામ પાડતો અને તોફાન કરતો. રમતમાં પણ તે સૌનો સરદાર થઈ રહેતો. નવી નવી રમતો તે શોધી કહાડતો અને તેમાં મશગુલ થઈ જતો. ઉપરથી તે સૌને રમતીયાળ અને તરંગી જણાતો, પણ તેનું અંતઃકરણ ઘણું જ હેતાળ