પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ગુલાબનાં અસંખ્ય પુષ્પોને ઉઘાડે છે, તેમ ભારતવર્ષનું જ્ઞાનદાન પણ જગતમાં ભવ્ય વિચારોને ઉત્પન્ન કરશે....... હું જરા કલ્પનાઓ કરવાવાળો માણસ છું અને મારો વિચાર એ છે કે હિંદના તત્વજ્ઞાનથી અખિલ વિશ્વ ઉપર જીત મેળવવી.”

ભારતવર્ષની વર્તમાન દુર્દશા જોઇને સ્વામીજીનું હૃદય ઘણુંજ ચિરાતું હતું. તેમણે જોયું હતું કે ધર્મને અંત:કરણમાંથી કહાડી નાખીને બાહ્યાચારમાં લાવી મૂકવાથીજ હિંદુઓ આત્મશ્રદ્ધાને ખોઈ બેઠા હતા. તેમને સુધારવાના રસ્તા બતાવતાં સ્વામીજીએ સમજાવ્યું છે કે ભારતવાસીઓનું ખરું ગૌરવ અને ખરું સામર્થ્ય તેમની આધ્યાત્મિક્તામાંજ રહેલું છે. આ આધ્યામિકતા સંબંધે તેમણે કહ્યું છે કે,

“અર્થ વગરની વસ્તુઓ માટે જુના કાળથી જે માલ વગરની તકરારો ચાલતી આવે છે, તેને છોડી દો. છસેં કે સાતસેં વરસની અધોગતિનો વિચાર કરો. તમારામાંના હજારો વયોવૃદ્ધ માણસો પાણીને જમણે હાથે પીવું કે ડાબે હાથે, હાથ ત્રણ વખત ધોવા કે પાંચ વખત, કોગળા પાંચવાર કરવા કે દશવાર કરવા, તેનાજ વાદવિવાદ ઘણાં વર્ષથી કરી રહેલા છે. આવા નજીવા પ્રશ્નોનાં નિરાકરણ કરવામાં જે પોતાનું આખું જીવન ગાળી રહેલા છે તેવા માણસો પાસેથી બીજા શેની આશા રાખવી ? આપણો ધર્મ હવે માત્ર આભડછેટમાંને રસોડામાંજ આવી રહેલો છે. આપણામાંના ઘણા હવે વેદાંતી, પૌરાણીક કે તાંત્રીક કંઈ પણ નથી; આપણે બધા માત્ર અડશો નહિ, અડશો નહિ, એમજ કહેનારા બની રહ્યા છીએ. રાંધવાનું વાસણ આપણો દેવ છે અને આપણો ધર્મ “અડકશો નહિ ” એમાંજ સમાઇ રહેલો છે. આવું જો એકાદ સૈકું વધારે ચાલશે તો આપણામાંના દરેકને ગાંડાની ઈસ્પીતાલમાં પુરાવું પડશે........ માટે એવા ઉપલકિયાપણાનો