પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


“અંગ્રેજ એમ ધારે છે કે હું અંગ્રેજ છું અને હું ધારું તે કરી શકું, ત્યારે તમને હિંદુઓને એમ કહેવામાં આવેલું છે કે તમે કંઈ પણ કરી શકો તેમ નથી અને તમે દરરોજ વધારેને વધારે માલ વગરના બનતા જાઓ છો.”

આ પ્રમાણે સ્વામીજીએ ભારતવર્ષના રોગનું મૂળ બરાબર શોધી કહાડ્યું છે અને તેનો તેમણે જે ઉપાય સુચવ્યો છે તે પણ તદ્દન ખરો છે. સ્વામીજીનાં પોતાનાં અદ્‌ભુત કર્મો અને ચારિત્ર્યથી એ વાત સાબીત થઈ રહે છે.

ઇંડિયન મીરર પત્રના અધિપતિ કહે છે કે– “નિ:સ્વાર્થ અને નિષ્કામ પરોપકારી કાર્યો કરવાનો દાખલો સ્વામી વિવેકાનંદે પ્રથમજ બેસાડ્યો છે. એ દાખલો વિરલ છે. જગવિખ્યાત વિવેકાનંદની પ્રેરણા અને ઉપરીપણા નીચે રામકૃષ્ણ મિશનના સાધુઓ દુઃખીએાનો બચાવ કરવાનું અને તેમને સહાય આપવાનું જે સુંદર કાર્ય કરી રહ્યા છે તેને અમે પ્રશંસા અને આભારની લાગણી સાથે યાદ કરીએ છીએ. એ સાધુઓના નેતા તરિકે સ્વામીજીએ ભારતવાસીઓનાં દુ:ખ, સંકટ, અને કંગાલીયતપણું ટાળવાને અનેક સેવાશ્રમો અને અનાથાશ્રમો ઉભાં કરેલાં છે. આ લોકકલ્યાણની યોજનાને માટે તેમને લોકોએ અને સરકારે પણ અત્યંત શાબાશી આપેલી છે અને તેમનું નામ દેશના ઇતિહાસમાં સદાને માટે અમર થઈ રહેલું છે.”

ઉપલા અને બીજા આગળ આપેલા ઉતારાઓ ઉપરથી સમજાશે કે સમાજસુધારણા, સ્વદેશપ્રીતિ અને જમસમૂહના ઉદ્ધાર વિષે સ્વામી વિવેકાનંદના વિચારો કેવા હતા અને તેમણે શું શું કરેલું છે. ભારતની ઔદ્યોગીક સ્થિતિ સુધારવાને તેમણે તેમનાં અનાથાશ્રમમાં જુદા જુદા ઉદ્યોગોનું પ્રત્યક્ષ જ્ઞાન આપવાની યોજના કરેલી છે. તેમનાં અનાથાશ્રમોમાં કૃષિવિદ્યા, વણાટકામ, ભરતકામ વગેરે શિખવવામાં