પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બૌધ સંપ્રદાયમાં જ્યારથી મઠોમાં આવા ત્યાગીઓ વધવા લાગ્યા ત્યારથી જ દેશની અધોગતિની ખરેખરી શરૂઆત થઈ છે. એવા માણસોએ તો સંસારી તરિકે જ રહીને નીતિ-નિયમપૂર્વક વિષયોને મેળવવા જોઈએ. જે માણસમાં ખાબોચીયાને કૂદી જવાની શક્તિ નથી તે કૂદીને લંકામાં શી રીતે જઈ શકશે? છતાં ભારતવર્ષમાં અત્યારે એજ પ્રકાર ચાલી રહ્યો છે. વગર અધિકારે ત્યાગી બની જનારાઓથી તેમજ ઉમરે પહોંચ્યા વિનાનાં બાળકોને મુંડી નાખવામાં આવે છે તેથી દેશને નૈતિક, આર્થિક અને ધાર્મિક બાબતોમાં મોટું નુકસાન પહોંચી રહ્યું છે. માત્ર કોઈ કોઈ યોગભ્રષ્ટ મનુષ્યો માટેજ બચપણનો કે યુવાવસ્થાનો ત્યાગ સફળ થઈ શકે છે. જે કોટીના ત્યાગીઓ અથવા ભગતો સો કે હજારની સંખ્યામાં ભેગા થઈને એકાદ મહત્વનું કાર્ય કરી શકતા નથી, તેમને શું મોક્ષ મળી શકશે ? હિંદુ શાસ્ત્રો કહે છે કે “ખરેખર મોક્ષ મેળવવો એ બીજી બધીજ ફરજો કરતાં મોટામાં મોટી ફરજ છે. બીજી ફરજો પહેલી બજાવીને સાચી યોગ્યતા તેમજ ઉપરામતા મેળવ્યા સિવાય તે કદી પણ મેળવી શકાય તેમ નથી. કેટલાક જૈનો, બૌદ્ધો અને ખ્રીસ્તિઓ મનુષ્યોનો અધિકાર સમજ્યા વિનાજ જિજ્ઞાસુના કામની વાતો સામાન્ય જનોના ગળામાં પહેરાવી દઇને ગોટાળો કરી મૂકે છે અને તેમને ત્યાગી થવાને ઉશ્કેરે છે.

ભારતના વર્તમાન ત્યાગીઓનો મોટો ભાગ ઉપર જણાવ્યું તેમ ત્યાગની ખરેખરી યોગ્યતા વિનાનો હોઇને જ્ઞાનહીન અને આળસુ જીવનજ ગાળી રહેલો છે. પણ તે ઉપરથી એમ તો નજ કહી શકાય કે સાધુ જીવનજ ખોટું છે. બધાજ સાધુઓ બોજારૂપ છે અને સાધુઓથીજ ભારતની અધોગતિ થએલી છે. એ પ્રશ્નની બીજી બાજુ ઘણીજ મહત્વની છે અને તે એ છે કે સાધુ જીવનજ ભારતવર્ષની