પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૯
ઉપસંહાર.


બલીહારિ છે. સાધુઓ અને બ્રાહ્મણો વગર ભારતવર્ષ પોતાનું સત્વ ક્યારનું એ ખોઈ બેઠું હોત. એ સાધુઓ અને બ્રાહ્મણો વગર હિંદમાંથી તેનું-જગતને હેરત પમાડનારું પ્રાચીન શિક્ષણ ક્યારનુંએ નષ્ટ થઈ ગયું હોત. ભારતના સુશીલ સંન્યાસીઓ અને ઉચ્ચકક્ષ બ્રાહ્મણો (પછી ભલે તેઓની સંખ્યા આવા સમયમાં ગમે તેટલી ઓછી હોય તો પણ તેમના) વડેજ આજે ભારતવર્ષનો આત્મા આટલો પણ સજીવ રહી શક્યો છે. હિંદુઓનું હિંદુત્વ તેમના વડેજ જળવાયું છે. વર્તમાન યુગમાં ભારતવર્ષ પોતાના આધ્યાત્મિક આદર્શને ત્યજવા બેઠું હતું અને પાશ્ચાત્યોનું અનુકરણ કરવામાં ગર્વ ધરવા સુધીની દુર્દશા ફેલાવા માંડી હતી, તેવામાં એક ગરિબ પણ ભક્તિમાન બ્રાહ્મણના પુત્રે એક અદ્‌ભુત તપસ્વી અને સંન્યાસી તરિકે નિકળી આવીને પોતાના મહાન ઋષિમુનીઓના સત્યોપદેશને ભૂલી બેઠેલા ભારતવાસીઓ પ્રત્યે કહેવા માંડ્યું કે; ઇંદ્રિય સુખ એ કાંઈ માનવ જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય નથી. પ્રભુમય જીવન–આત્મામય જીવન એજ સર્વ પ્રાણીઓનું સાચું કલ્યાણ કરનારું જીવન છે. ”x [૧] જ્યાં સુધી હિંદ એવા શ્રીરામકૃષ્ણ જેવા પ્રબળ જ્ઞાની અને ચારિત્ર્યવાન એક


  1. xપાશ્ચાત્યોના આંધળા અનુકરણથી અને બીજી અનેકવિધ ધાર્મિક તેમજ વ્યાવહારિક દુર્દશાઓથી અધોગતિના છેક ઉંડા ખાડામાં ભારતવર્ષને જ પડતું બચાવવાનું માન સ્વામી વિવેકનદને અને તેમના ગુરૂ તરિકે ભગવાન રામકૃષ્ણ પરમહંસને આપતી વખતે શ્રીરામકૃષ્ણનાજ સમયમાં અવતરેલા અને સ્વામી વિવેકાનંદની પૂર્વે ભારતવર્ષમાં અતિ અસામાન્ય કાર્ય બજાવનારા પરમપૂજ્ય, મહાન વિરાત્મા વિદેહ મુક્ત સ્વામી દયાનંદ સરસ્વતીનું નામ યાદ આવે એ સ્વાભાવિક છે. આ અદ્‌ભુત સંન્યાસીએ કડવા ઘુંટડા પાઇને પણ ભારતવાસીઓની જે અસામાન્ય સેવા બજાવી છે અને તેનો સમૂળો નાશ થતો અટકાવવા પાછળ જે શ્રમ વેઠ્યો છે તથા ઉમદા કાર્ય કરનારા બહાદુર સંન્યાસીઓ અને